________________
રજુ ] ગુજરાતની સીમાએ
[ ૪૮ આ કરછ અને સૌરાષ્ટ્ર પ્રાકૃતિક એકમ હેઈ એનાં નામ ઘણી પ્રાચીનતા ધરાવે છે. “ક” નામ પાણિનિના સમય(ઈ. ૫ ૫ મી સદી)માં પ્રચલિત હેવાનું માલુમ પડે છે.૨૮ સૌરાષ્ટ્ર માટે અગાઉ સંસ્કૃતમાં સુરાષ્ટ્ર (અથવા પુરા) અને પ્રાકૃતમાં જુદું રૂપ પ્રજાતું.૨૯ આગળ જતાં એમાંથી
સૌરાષ્ટ્ર” અને “સોરઠ” રૂપે પ્રચલિત થયાં. મરાઠા કાલમાં એને બદલે “કાઠિયાવાડ” નામ પ્રચલિત થયું ને એ બ્રિટિશ કાલમાં ચાલુ રહ્યું. આઝાદી પછી વળી “સૌરાષ્ટ્ર” નામ પુનઃ પ્રચલિત થયું.
પરંતુ આ બે દ્વીપકલ્પના પ્રાકૃતિક વિભાગો સિવાયના મુખ્ય ભૂમિના સમગ્ર પ્રદેશ માટે પ્રાફ-સોલંકી કાલમાં એવું કઈ નામ રૂઢ થયેલું કે કેમ તેમજ એ બે વિભાગો સહિતના આ સમરત પ્રદેશ માટે કોઈ સર્વસામાન્ય નામ પ્રજાતું કે કેમ એ નકકી કરવું મુશ્કેલ છે.
પુરાણમાં આપેલ વૃત્તાંત પ્રમાણે આઘ–ઐતિહાસિક કાલમાં આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે શાયતનો રાજ્ય-પ્રદેશ “આનર્ત” નામે ઓળખાતો ને એમની રાજધાની કુશસ્થલી હતી, જે યાદવોના સમયમાં “દ્વારવતી” તરીકે સંસ્કરણ પામી.૭૦ આ ઉલ્લેખ અનુસાર ત્યારે આનર્તમાં સૌરષ્ટ્રને (કે ઓછામાં ઓછું એના ધારવતી પ્રદેશને) સમાવેશ થતો.૩ આરંભિક ઐતિહાસિક કાલમાં આ નામ તળ-ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના, અલગ પ્રદેશ માટે પ્રજાતું. આ બંને પ્રકારના પ્રયોગ એ અગાઉ કદી એક સમયે લાગુ પડ્યા હોય, તે ક્યારેક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતને આ સમસ્ત પ્રદેશ “આનર્ત” તરીકે ઓળખાય છે સંભવે ૩૨ ક્ષત્રપ કાલમાં તે એ નામનો પ્રયોગ ઉત્તર ગુજરાત પૂરતો સીમિત થયા જણાય છે. ૩૩ આનંદપુર (વડનગર)
આનર્તપુર” તરીકે પણ ઓળખાતું એ પરથી ત્યારે એ આનર્ત દેશનું પાટનગર હેવાનું સૂચિત થાય છે. ક્ષત્રના સમયમાં કરછ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વબ્ર( સાબરકાંઠા)ને પ્રદેશ પણ અલગ ગણાતો. પુરાણમાં આંતરનર્મદ, ભારુકચ્છ, માહેય (મહીકાંઠો), સારસ્વત (સરરવતીકાંઠે), કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત “અપરાંત”(પશ્ચિમ સીમા)ના પ્રદેશ ગણાયા.૩૫ આ પરથી તળ-ગુજરાતમાં આનર્ત ઉપરાંત બીજા અનેક અલગ પ્રદેશ ગણાતા હોવાનું માલૂમ પડે છે. તળ–ગુજરાત માટે કે સમરત ગુજરાત માટે આરંભિક