________________
૨ જુ]
ભૂતર-રચના જતો; સંભવતઃ અરબી સમુદ્રને પેલે પાર પૂર્વ આફ્રિકા અને માડાગાસ્કર સાથે જમીનમાર્ગ મારફતને સંબંધ હજી તૂટક્યો ન હતો. સાતપૂડાના આગળ ઢળતા ડુંગરાઓ, સહ્યાદ્રિમાળા, ગિરનાર અને પાવાગઢના ડુંગરો અને સૌરાષ્ટ્રને પ્રદેશ લાવાનાં સપાટ પડાના ખવાઈ-ધોવાઈ ગયેલા અવશેષ જ છે. અકીક અને એની વિવિધ જાતો (કાર્નેલિયન, જેસ્પર વગેરે) આ “લાવા” પડેની અંદર વરાળનાં કાણું અને ફાટી ભરાઈ જવાથી બન્યા હતા. લાવાનાં પડે ઘસાઈ તૂટી-ફૂટી જવાથી આ અકીકના ઉપલો છૂટા પડે છે. સંભવતઃ લાવા-પડો ભાંગી જવાથી રૂના પાકને લાયક કાળી માટી થાય છે. આ સમયે મધ્ય જીવમય યુગને અંત આવતાં નૂતન જીવમય (Neozoic) યુગ શરૂ થયો.
સમુદ્ર ફરી એક વાર ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. આ આક્રમણનાં ચિહ્ન સમુદ્રમાં બંધાયેલા ચૂના, પથ્થર અને માટીના સ્તરમાં દેખાય છે, જેમાં સમુદ્રની છિલી સંખ્યાબંધ નજરે પડે છે. આ સ્તર ૩૦ મીટર જાડા છે. આ અશ્મીભૂત છીપ સિકકા ઘાટના (nummulitic) અર્થાત ચક્રાકાર હોય છે. એમાં મુખ્યત્વે નરમ માંસમય શરીરવાળાં (mollusc), કાણાંવાળા શરીરનાં (foraminifera) અને પરવાળાંની અસ્મીભૂત સમુદ્ર-છીપાને સમાવેશ થાય છે. આ નૂતન જીવમય યુગના આધુનિક–અરુણોદય (cocone) અને આધુનિકઅત્ય૫ (eligocene) વિભાગના છે, જેમાં વર્તમાન જીવનિઓનું અનુક્રમે નહિવત અને અત્ય૯૫ પ્રમાણ હોય છે.
આ સ્તરની ઉપર ૧,૨૧૯ મીટર રેતી, કાંકરી અને માટીના બંધાયેલા ગ્રેવલ” સ્તર છે. ખંભાતના તથા રતનપુર(રાજપીપળા)ના અકીક આ સ્તરની ખાણમાંથી નીકળે છે. આ બતાવે છે કે સમુદ્ર કિનારા સુધી જ ઊમટળ્યો હતો અને પછી તરત જ ગુજરાતમાંથી હંમેશને માટે પાછા વળતાં છીછરો થવા લાગ્યો હતો. સમુદ્ર પાછો વળતાં જે જમીન પાછી નીકળી તેના પર જુદી જુદી જાતના હાથીઓ, વાગોળનારાં પ્રાણીઓ, હરણ, જિરાફ, ડુક્કર અને હિંસક શિકારી પ્રાણીઓ વસતાં હતાં. આ છિપેલીવાળા સ્તર સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં અને ખંભાતના અખાતની બંને બાજુએ (વડોદરા અને ભાવનગર પાસે આવેલા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓખા પાસે એ સવિશેષ જોવા મળે છે. એમાં અંકલેશ્વર પાસે ખનિજ તેલનું સમૃદ્ધ ક્ષેત્ર મળી આવ્યું છે. ખંભાતના અખાતમાં તથા એની આસપાસમાં ખનિજ તેલ અને ગેસને વિપુલ જથ્થો હેવાની નિશાનીઓ મળે છે. ૧૦ .