________________
ty.
ઈતિહાસની પૂર્વભૂમિકા પટીમાં પૂર્વ ભારતની ખાણોની કારણભૂત વનસ્પતિઓ પછીની વનસ્પતિઓના અશ્મીભૂત અવશેષ મળે છે. આ અવશેષ “ગાંડવાના યુગ”ના ઉત્તરાર્ધના છે. એ સમયે વનસ્પતિઓનું પ્રમાણ ઘટતું જતું હતું.
(આ) “ગોંડવાના યુગ” પૂરો થતાં ઉત્તરને યુરોપ-એશિયાઈ સમુદ્ર ફરી એક વાર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદા ખીણમાં છેક અંદર સુધી ફરી વળે હતો. આ યુગને ઇતિહાસ તે “નિમાડ” અને “અહમદનગર” નામથી જાણીતા વેળપાષાણ સ્તરોમાં તથા “બા” અને “લામેટા” સ્તરોમાં સચવાઈ રહ્યો છે. આ સ્તરને ઉગમ કચ્છમાં અને વઢવાણુ પાસેનાં એક બે સ્થળોએ તથા ઝાબવા, અલીરાજપુર, છોટાઉદેપુર અને રેવાકાંઠાનાં છૂટાંછવાયાં સ્થળોએ થયો જણાય છે. આ સમુદ્રના તળ પર લદાયેલા રેતી, માટી અને ચૂનાના થરના તથા એમાં દટાઈ ગયેલાં પ્રાણીઓ અને વનસ્પતિઓના અભ્યાસ પરથી જણાય છે કે આ સ્તર મધ્ય જીવમય યુગના Cretaceous (ચાક) નામના અંત્ય વિભાગના છે. આ સ્તરોની જાડાઈ ૧૮-૨૧ મીટરની જ છે, છતાં એ ગુજરાતનો એક કિંમતી યુગ છે, કેમકે એના પરથી એ સમયનાં ભૌગોલિક લક્ષણો, જળચર તથા સ્થળચર પ્રાણીઓ અને પૃથ્વીના બીજા ભાગો સાથે સંબંધ જાણવા મળે છે. આ સ્તરોમાં ઉદરસપી પ્રાણીઓ, સર્પો, અજગરે, મગર વગેરેના, કાચબા, માછલી વગેરે જળચર પ્રાણીઓના અને નરમ માંસમય પ્રાણીઓના તથા પરવાળાંના અશ્મીભૂત અવશેષ મળે છે. આ સ્તર મુખ્યત્વે નર્મદા ખીણુમાં અને ઉત્તરમાં વાડાસિનેર સુધી પથરાયા છે. સાબરકાંઠા, પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં તથા ખેડા જિલ્લાના અમુક ભાગમાં એ ખાસ જોવા મળે છે.
ક, તૃતીય કે નૂતન જીવમય યુગના સ્તર-મધ્ય જીવમય યુગના અંતે ગુજરાત સહિત સમસ્ત પશ્ચિમ ભારતમાં ભયંકર આગ્નેય ક્ષોભ થયો. દક્ષિણ રાજસ્થાનથી માંડીને છેક ધારવાડ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને છેક નાગપુર સુધીના પ્રદેશમાં જ્વાળામુખી ફાટી નીકળે. ભૂગર્ભમાંથી ધગધગતો રસ (લાવા) ચીરા અને ફાટ વાટે બહાર નીકળી સેંકડો મીટર જાડા સપાટ સ્તરોમાં પથરાવા લાગ્યો. આ સ્તરનો અઢારસો મીટર ઊંચો ઢગલે થયો અને એમાંથી એક મોટો ઉચ્ચ પ્રદેશ બન્યો. એને દેખાવ પગથિયાં જેવાં હોવાથી એને “ટ્રપ” કહેવામાં આવે છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં એને “ડેક્કન ટ્રેપ” તરીકે ઓળખવામાં આવે છે. ભૂળમાં એને “પશ્ચિમ ઘાટ” કહે છે. હાલ આ ટ્રેપ ૫,૧૮,૦૦૦ ચોરસ કિ. મી. ના વિસ્તારમાં પથરાયેલું છે અને એમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતને સમાવેશ થાય છે. પરંતુ એ યુગમાં ગુજરાતને કિનારે પશ્ચિમમાં દૂર સુધી