________________
૨ જુ
ભૂસ્તર રચના
ખાસ કરીને પંજાબની નિમક–પર્વતમાળા (Salt-ange)માં મળે છે. આ યુગના સ્તરમાં આદ્ય માંસમય પ્રાણીઓના અશ્મિભૂત અવશેષ પ્રાપ્ત થાય છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં આ યુગના “દિલ્હી વિભાગ” તરીકે ઓળખાતા વિભાગના સ્તર ગુજરાતમાં દાંતા, પાલણપુર અને ઈડરની આસપાસ મળે છે."
૩. દ્વિતીય કે મધ્ય જીવમય યુગના સ્તર – અહીં ક્રિતીય અથવા મધ્યજીવમય (Mesozoic) યુગના બે વિભાગના સ્તર મળે છેઃ
(અ) વચલા વિભાગને “જુરાસિક વિભાગ” કહે છે. આ વિભાગના સ્તર કચ્છમાં મળે છે. એ સ્તર વિશાળ સમુદ્રમાં બંધાયેલા વેળુ અને ચૂર્ણમય પાષાણના છે ને અઢારસે મીટરથી વધારે જાડા છે. આ સ્તરમાં અશ્મીભૂત સમુદ્ર-પ્રાણીઓ તેમજ કપાલપાદ વર્ગની એમનાઈટ તથા બીજી સંખ્યાબંધ જીવનિઓના અવશેષ રહેલા છે. આવાં પ્રાણુઓની ઓછામાં ઓછી છ હજાર એનિઓ ઓળખવામાં આવી છે. ધ્રાંગધ્રામાં કરછના ઊમિયા પ્રકારના સ્તર મળી આવે છે. આ અવશેષોને હિમાલયના કે ઉત્તરના જુરાસિક યુગના કેઈ પણ અવશેષો સાથે સંબંધ જણાતો નથી, પરંતુ એ માડાગાસ્કરના એ યુગનાં પ્રાણીઓના અવશેષો સાથે ઘણું સામ્ય ધરાવે છે. કરછમાં સેંકડે ચોરસ માઈલ સુધી પથરાયેલા આ સ્તર રાજસ્થાનના જેસલમેર પ્રદેશ સુધી વિસ્તરેલા છે ને એ સૂચવે છે કે હિંદ-આફ્રિકા ખંડના સમયના ગુજરાતના કિનારા પર યુરોપ–એશિયાઈ ખંડના ટેથિસ સમુદ્રનો એક ફોટો આવતું હતું, જે હાલના ભૂમધ્ય સમુદ્રથી વિષુવવૃત્ત થઈને ઠેઠ ચીનના અંદરના ભાગ સુધી પહોંચતા.
કચ્છ-સૌરાષ્ટ્રને સહુથી જૂને સ્તર જુરાસિક યુગને છે. આ સ્તર એ સમયના હિંદ-આફ્રિકા-ઓસ્ટ્રેલિયા ખંડન અવશેષ છે, તેથી એ બહુ ઉપયોગી તેમજ રસપ્રદ હકીકત પૂરી પાડે છે. આ વિશાળ દક્ષિણ ખંડને ભૂસ્તરશાસ્ત્રમાં
ગડવાના” નામથી ઓળખવામાં આવે છે. એ સ્તરમાં બહુ ઊતરતા વર્ગમાં પણ વિવિધ પ્રકારનાં વનસ્પતિઓ તથા પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળે છે. આ યુગની ખાસ વિશેષતા એની વનસંપત્તિ હતી. હજાર વર્ષની આ સંપત્તિને બંગાળ, બિહાર અને ઓરિસાની કેલસાની ખાણમાં વર્ષોથી વિપુલ લાભ મળ્યા કરે છે. સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા અને વઢવાણ પાસે છૂટાછવાયાં નરમ વેળપાષાણ-સ્તરોમાં તથા કચ્છમાં ભૂજ અને ઊમિયા પાસેને એવા સ્તરની વિશાળ