________________
પ્રકરણ ૨ ભૂસ્તર–રચના
ગુજરાતની ધરતીની સપાટી નીચે જે જુદા જુદા ભૂસ્તર મળ્યા છે તે, એ ભૂસ્તરમાં મળેલાં ખનિજ તથા જુદી જુદી છવયોનિઓના અશ્મીભૂત અવશેષ સાથે, સંક્ષેપમાં આ પ્રમાણે છે:
૧, આઘ કે અજીવમય યુગના સ્તર – આ સ્તર સર્વથી પ્રાચીન હેઈ Archaean (પુરાતન કે આઘ) તરીકે ઓળખાય છે. એ પૃથ્વીના ધગધગતા પેટાળ પર બંધાયેલે પહેલે સ્તર હો સંભવે છે. આ સ્તરના આદ્ય વિભાગમાં નાઈસ (gneiss) નામે પાષાણુ-પડ મળે છે. એમાં ગ્રેનાઈટ અને પેમેટાઈટનામે પાષાણ-પડ પણ દેખા દે છે. આદ્ય સ્તરને અંત્ય વિભાગ ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં “ધારવાડ વર્ગ” તરીકે ઓળખાય છે. આ વર્ગના સ્તર બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં મળે છે. એ સ્ફટિક સ્લેટ, વેળુપાષાણુ અને આરસપહાણના રૂપમાં દેખા દે છે. ખનિજ સંપત્તિની દષ્ટિએ આ સ્તર બહુ અગત્યનું છે. શિવરાજપુરની મેંગેનીઝની ખાણ અને મોતીપુરાના લીલા આરસપહાણની ખાણો આ સ્તરની છે. ગુજરાતમાં મેંગેનીઝ ઉપરાંત ઑક્સાઈટ, હમેટાઈટ વગેરેની સામગ્રી રહેલી છે. બેકસાઈટમાંથી ઍલ્યુમિનિયમ અને હીમેટાઈટમાંથી લોખંડ મળે છે. અગાઉ ગુજરાતમાં ઘણાં સ્થળોએ લોખંડ ગળાતું હતું એવું માલુમ પડે છે. ભારતના બીજા ભાગોમાં આ
સ્તરમાંથી લેખંડ, ક્રોમિયમ, તાંબું, સેનું, સીસું વગેરે ધાતુઓ અને હીરા-માણેક વિગેરે કિંમતી પથ્થર પણ મળે છે. આ આદ્ય યુગ દરમ્યાન જીવસૃષ્ટિની ઉત્પત્તિ ભાગ્યેજ થઈ હતી, આથી એને અછવમય (Azoic) યુગ ગણવામાં આવે છે.
૨, પ્રથમ કે પ્રાચીન જીવમય યુગના સ્તર-એની ઉપર છવનિઓના અવશેષ ધરાવતા જે સ્તર મળે છે તેના ચાર યુગ પાડવામાં આવ્યા છે. એમાંના પહેલા યુગને “પ્રથમ યુગ” કે “પ્રાચીન જીવમય યુગ” કહે છે. એના સ્તર ભારતમાં