________________
ગ,
૪૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા આ સ્તર આધુનિક-અલ્પ (miocene) યુગના ગણાય છે, કેમકે એમાં વર્તમાન જીવનિઓનું પ્રમાણ પહેલાંનાં કરતાં કંઈક વધ્યું છે.
કચ્છમાં તૃતીય યુગના સ્તર આધુનિક-અરૂણોદય, આધુનિક-અત્ય૫ અને આધુનિક-અલ્પ યુગના છે.૧૨
ડેકકન ટ્રેપના સ્તરેની ઉપર સૌરાષ્ટ્રના કિનારાના ભાગ પર “દ્વારકા સ્તર” બંધાયા છે ને એની ઉપર વેળપાષાણના “સિવાલિક સ્તર” બંધાયા છે. ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટમાં એને સારો અભ્યાસ થયો છે. એમાં વાગોળતાં પ્રાણીઓ, હાથી, ડુક્કર, બકરાં, ગેંડા, ફાડી ખાનારાં પ્રાણીઓ તથા બીજાં સસ્તન પ્રાણીઓના અસ્મીભૂત અવશેષ મળે છે. “સિવાલિક સ્તરને મળતો સ્તર “પોરબંદર પથ્થર”ને છે. એ સ્તર પવનથી ઊડેલી ચૂનાવાળી રેતથી અને સમુદ્રમાં બંધાયેલાં ચૂનાનાં પાષાણપડોથી બંધાયેલ છે. એ ૩૦ થી ૬૦ મીટર જાડો હોય છે. આ સ્તરમાંથી ઘર અને સુંદર ઇમારતો બાંધવા માટેના પથ્થર સહેલાઈથી મળી શકે છે.
આ યુગના અંતભાગમાં ભારતની ભૂતળ-રચનામાં બે ભારે ફેરફારો થયા? દક્ષિણના ગડવાના ખંડને માટે ભાગ નીચે બેસી ગયે, એના પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં, ભારત આફ્રિકાથી તદ્દન છૂટું પડી ગયું અને અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો; બીજી બાજુ ઉત્તરના યુરોપ-એશિયાઈ સમુદ્રનું તળિયું ઊંચે ઊપસી આવ્યું ને એમાંથી હિમાલય પર્વત ઊંચે આવવા લાગે.
તૃતીય યુગના આ અંત્ય ભાગમાં વર્તમાન અવનિઓનું અધિકતર પ્રમાણ રહેલું છે, આથી એને “આધુનિક-અધિક્ટર (Pliocene)” યુગ કહે છે. આ યુગમાં સસ્તન પ્રાણીઓને વિકાસ થયે.
૫, અનુ-તૃતીય કે ચતુર્થ માનવજીવમય યુગના સ્તર - આ યુગના પહેલા વિભાગને “આધુનિક-અધિકતમ (Pleistocene) યુગ” કહે છે, કેમકે એમાં વર્તમાન જીવનિઓના અવશેષ સહુથી વધુ પ્રમાણમાં મળે છે. ૧૩ એના સ્તર આધુનિક યુગના સ્તરની નીચેના હેઈ એને “અધ–આધુનિક (Sub-recent) યુગ” પણ કહે છે. માનવના પ્રાદુર્ભાવનાં ચિહને આ યુગમાં દેખાય છે. આ યુગ દરમ્યાન ઉત્તર ગોળાર્ધમાં એકાંતરે ઠંડી આબોહવા અને પછી સરખામણીએ ગરમ આબોહવાનાં વારાફરતી સાતેક વાર પરિવર્તન થયાં. ઠંડીના યુગને “હિમયુગ” (glacial age) કહે છે ને બે હિમયુગે વચ્ચેના યુગને “અતમિ