________________
૧ લુ...]
ભોગાલિક લક્ષા
[ ૩૧
કચ્છની જમીન છીછરી અને પથ્થરવાળી છે. મેાટા ભાગની જમીન ખારવાળી છે. ત્યાંની ખેતીને લાયક જમીનમાં નાઇટ્રેાજનનું પ્રમાણ ધણુ એણુ છે.
વરસાદની ઋતુમાં ગુજરાતની જમીનેામાં સેંદ્રિય દ્રવ્યેાનું પ્રમાણ વધારે રહે છે. જમીન સુકાઈ જતાં એ દ્રવ્ય છૂટાં પડી જાય છે. સિંચાઈ દ્વારા જમીનને ભીની રાખવામાં આવે તે એ જમીનમાં સેંદ્રિય દ્રવ્ય પૂરતા પ્રમાણમાં રહે છે. ગુજરાતની જમીનેામાંથી ખેતીની મેાસમમાં પાકની વૃદ્ધિ માટે જરૂરી પેાટાશિયમ જોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં મળી રહે છે,
૫. આત્મહુવા ૬
ગુજરાતની આબેહવા એક દરે સમશીતેાખ્યુ છે. ઉત્તરના ભાગે માં આબેહવા સૂકી અને દક્ષિણના ભાગેામાં ભેજવાળી હોય છે. અરખીસમુદ્ર અને અખાતાની અસર નીચેના ભાગેામાં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે ને આખેાહવા વધારે ખુશનુમા અને આરેાગ્યપ્રદ રહે છે. પૂર્વ સીમા પર આવેલા વનઆચ્છાદિત પર્વતે। અને ડુંગરાને લીધે પણ આમાહવામાં ગરમીની તીવ્રતા ઓછી રહે છે.
સામાન્ય રીતે અહીં શિયાળા, ઉનાળા અને ચામાસુ એમ ત્રણ ઋતુઓ આવે છે. શિયાળે સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રહે છે. વધારેમાં વધારે ઠંડી જાન્યુઆરીમાં પડે છે. શિયાળામાં ઉષ્ણતામાન દિવસે ૨૧° થી ૩૮° સે. (૭૦૦ થી ૧૦૦૦ રૂ.) સુધી અને રાત્રે ૧° થી ૨૦° સે. (૩૦ થી ૬૦° ફે.) સુધી રહે છે. આ ઋતુ દરમ્યાન આકાશ સ્વચ્છ હોય છે તે ઉત્તર તરફના ઠંડા સૂકા પવન વાય છે. પશ્ચિમ દિશાથી તાક્ાની વાયરા વાય છે ત્યારે સખત ઠંડીનું મેાજું ફરી વળે છે, ભયંકર પવન ફૂંકાય છે, ને કયારેક વરસાદ પણ પડે છે.
માર્ચ મહિનામાં ઉનાળા બેસતાં ધીમે ધીમે ઉષ્ણતા વધતી જાય છે. મે માસમાં સખત ગરમી પડે છે. જૂનમાં આકાશમાં વાદળા ઘેરાતાં ગરમીનું પ્રમાણુ ઘટવા લાગે છે. ઉનાળામાં સામાન્ય રીતે ૩૭° થી ૪૭° સે (૯૮° થી ૧૧૬° ફે.) સુધી ઉષ્ણતામાન રહે છે.
ગુજરાતમાં વતા ૯૦ થી ૯૫ ટકા જેટલા વરસાદ ચામાસા · દરમ્યાન પડે છે. આ વરસાદ દક્ષિણપશ્ચિમ દિશામાંથી આવતા ભેજવાળા પવનેા પર તથા અગાળાના ઉપસાગરમાં થતા દબાણુની વધધટ પર આધાર રાખે છે. સામાન્ય રીતે