________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. વધારે વરસાદ જુલાઈમાં પડે છે. કિનારાની પટ્ટી પર ભરૂચ સુધી વરસાદનું પ્રમાણ વધતું જાય છે, તે ઉત્તર તરફ જતા ઘટતું જાય છે. વડોદરાની પૂર્વે આવેલા છોટાઉદેપુર બારિયા પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે એમાં સાતપૂડા અને વિંધ્ય હારમાળાના પશ્ચિમ છેડાની અસર કારણરૂપ છે. આડાવલી પર્વતના દક્ષિણ છેડાની અસરને લઈને આબુ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે. ગિરનાર પર્વત અને ગીરની ડુંગરમાળાની અસરને લીધે જૂનાગઢથી લઈને જિલ્લાના દક્ષિણપશ્ચિમ ભાગમાં વરસાદ વધારે પડે છે. ભરૂચ-ડીસાથી પશ્ચિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ ભાગમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે. ગુજરાતમાં સહુથી વધુ વરસાદ ડાંગ પ્રદેશમાં પડે છે, ત્યાં ગયા દાયકામાં એક વર્ષે ૧૦૪.૨ સે. મી. એટલે વરસાદ પડે. બનાસકાંઠામાં વરસાદ ૭૮ સે. મી. જેટલે ઓછો પડે છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ ૫૦ સે. મી. થી ૬૨ સે. મી. પડે છે, જ્યારે કચ્છમાં માંડ ૩૦ સે. મી. જેટલો વરસાદ પડે છે; ત્યાં કયારેક આઠ સે. મી. જેટલે ઓછો વરસાદ પણ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ચોમાસું હઠવા લાગે છે ને ઓકટોબરમાં ઋતુમાં ઘણું પરિવર્તન થાય છે. ચોમાસા અને શિયાળા વચ્ચેના આ માસમાં આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ રહે છે.
સિંચાઈ માટે નદીઓ, કૂવાઓ અને તળાવ ઉપરાંત હવે નહેરે અને પાતાળકૂવાઓની સગવડ થતી જાય છે.
૬, ખનિજે ૭ ગુજરાતમાં ખનિજસંપત્તિ વિશે વધુ ને વધુ શેધખોળ થતી જાય છે. ખનિજ તેલ અને કુદરતી ગેસનાં મથક ખંભાતના અખાતની આસપાસના વિસ્તારમાં લગભગ બધી બાજુએ ઠેકઠેકાણે મળતાં જાય છે. કેટલીક જગ્યાએ કોલસા અને લિગ્નાઈટનો જથ્થો મળવા લાગ્યો છે. ધાતુઓમાં સેના અને રૂપા જેવી કિંમતી ધાતુઓની નિશાનીઓ મળવા લાગી છે, પરંતુ એ બાબતમાં હજી વધુ અન્વેષણ કરવું પડે એમ છે
લેહમય ધાતુઓમાં કેટલાંક સ્થળોએ લેખંડ ગાળવાને ધંધો ચાલતો હતા, પરંતુ હાલ લેખંડની કાચી ધાતુઓ (હીમેટાઈટ વગેરે)ની કોઈક સ્થળોએ નિશાની મળે છે. પંચમહાલ જિલ્લામાં શિવરાજપુર પાસે માઈલે સુધી મેંગેનિઝની કાચી ધાતુ પથરાયેલી છે. છોટાઉદેપુર, બારિયા વગેરે કેટલાંક બીજાં સ્થળોએ પણ મેંગેનિઝ મળી આવવાની નિશાનીઓ દેખાય છે. પોલાદને સખત કરવામાં મેંગેનિઝની જેમ જેને ઉપયોગ થાય છે તે સંસ્કનની કાચી ધાતું