________________
[પ્ર.
૪૮ ].
ઈતિહાસની પૂર્વભૂમિકા (૪) વર્ષના બારે માસ છે, જેના આરંભ-અંત સૂર્યની સંક્રાંતિના દિવસની નજીક આવે છે. એમાં પહેલે માસ સામાન્યતઃ ૩૦ દિવસ ને હુત વર્ષ હોય ત્યારે ૩૧ દિવસને હોય છે. સ્તુત વર્ષ હોય ત્યારે એને આરંભ ૨૨ મી માર્ચને બદલે ૨૧ મી માર્ચે થાય છે. પછીના પાંચ માસ ૩૧-૩૧ દિવસના ને એ પછીના છ માસ ૩૦-૩૦ દિવસના ગણાય છે, આથી દરેક માસ હમેશાં મુકરર તારીખે જ શરૂ થાય છે. આ માસ સાયન વર્ષના હોઈ ઋતુકાલ સાથે એને પૂરો મેળ રહે છે.
(૫) આ મહિના સૌર હોવા છતાં એને ચાંદ્ર મહિનાઓનાં નામ આપવામાં આવ્યાં છે, ૧૩૮ પરંતુ આ મહિના ચંદ્રની કલાની વધઘટ દર્શાવતા નથી.
(૬) દિવસના આરંભ-અંત મધ્યરાત્રિથી મધ્યરાત્રિના ગણાય છે.
રાષ્ટ્રિય પંચાગને ઉપયોગ સરકારે પોતાના પત્રવ્યવહારમાં તથા આકાશવાણીમાં ઈરવી સનની સાથે સાથે કરવા માંડયો છે, આથી કેલેન્ડરો તથા પંચાંગમાં એને સમાવેશ કરવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ લોકોમાં પ્રચલિત થતી નથી. આખા દેશમાં કાલગણનાની એકસરખી પદ્ધતિ પ્રચલિત થાય એ હેતુ સ્પષ્ટતઃ આવકાર્ય છે ને ભારતીય પરંપરાના ચોકઠામાં રાખી એને ઘણું વૈજ્ઞાનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, પરંતુ ભારતનાં લગભગ બધાં ધાર્મિક વ્રત તથા તહેવારે ચાંદ્ર માસની તિથિ પ્રમાણે ગણાય છે, આથી એ માટે તો ચાંદ માસવાળા પંચાંગની જરૂર ચાલુ રહે છે. ને લૌકિક વ્યવહારમાં ઈસ્વી સનને ઉપયોગ લાંબા કાલથી ઘણો રૂઢ થયો હોઈ તેમજ વધતા જતા આંતરરાષ્ટ્રિય વ્યવહારને લઈને એને ઉપગ દિનપ્રતિદિન વધતો જતો હોઈ અનેક પ્રદેશોની ભિન્ન ભિન્ન પરંપરાઓના મિશ્રણવાળી આ નવી પદ્ધતિ લેકવ્યવહારમાં ભાગ્યેજ પ્રચલિત થાય એમ છે.
પાદટીપે ૧. ખારવેલના લેખમાં આવતા “મુળરા-દા” એવા એક સંભવિત પાઠ પરથી
કેટલાકે “મૌર્ય કાલ’ નામે સંવત હોવાનું અનુમાન તારેલું અને એ સંવત ચંદ્રગુપ્ત મૌર્યે શરૂ કરેલો હોવાનું ધારેલું (Pandey, Indian Palaeography, p. 187, p. 1-2). પરંતુ “મુળરાજ” એ પાઠ સંદિગ્ધ જ નહિ, અસ્વીકાર Olta D (Barua, Old Brahmi Inscriptions in the Udayagiri
Khandagiri Caves, p. 4). ૨. સાતવાહન રાજાઓના અભિલેખમાં પણ એ જ પદ્ધતિ રહેલી છે. 3. D. C. Şircar, Select Inscriptions, Book II, Nos. 58, 62