________________
૧૩ સુ]
કાલગણના
૧૨. રાષ્ટ્રિય પંચાંગ ( National Calendar )
[૯૭
ભારતમાં હાલ કાલગણનાની અનેક જુદી જુદી પદ્ધતિએ ચાલે છે. એ સ પદ્ધતિઓના તુલનાત્મક અભ્યાસ કરી સમગ્ર દેશ માટે એક શુદ્ધ અને એકસરખી પદ્ધતિ સૂચવવા માટે ભારત સરકારે ૧૯૫૨માં અધ્યા. મેધનાદ શહાના પ્રમુખપદે - પંચાંગ–સુધારા સમિતિ ' નીમી હતી. એને અહેવાલ ૧૯૫૪ માં સરકારને સુપરત કરવામાં આવેલ.૧૩૭ આ નવી ચેાજનાના અમલ ૧૯૫૭ ની ૨૨ મી માર્ચ તે શુક્રવારથી થયેલ છે.
.
આ પંચાંગ–-પદ્ધતિ નીચે મુજબ છેઃ
(૧) દેશના જુદા જુદા ભાગેામાં જે જુદા જુદા સવત ચાલે છે તેમાંથી શાલિવાહન શક' તરીકે ઓળખાતા શક સંવતને રાષ્ટ્રિય પોંચાંગ માટે · પસંદ કરવામાં આવ્યા છે. આ સંવત ભારતના ધણા ભાગમાં પ્રચલિત છે અને જ્યાતિષીઓએ એને પહેલેથી અપનાવેલ છે. એમાં ૭૮-૭± ઉમેરવાથી ઈસ્વી સનનું અને ૧૩૪-૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવતનુ` વર્ષ આવે છે.
(૨) આ સંવતનાં વર્ષોં સÖની વાર્ષિક ગતિ અનુસાર ગણાય છે. એ વર્ષના આર'ભ સામાન્ય રીતે વસતસ`પાત પછીના દિવસે થાય છે. વસ'તસ`પાત ની સાયન મેષ સંક્રાંતિએ, અર્થાત્ ૨૧ મી માર્ચના ચેાવીસ કલાક દરમ્યાન અધવચ થતા હાય છે, તેથી રાષ્ટ્રિય પંચાંગનુ` વ` સામાન્યતઃ ૨૨ મી માર્ચે શરૂ કરવામાં આવે છે.
(૩) સામાન્ય વર્ષ ૩૬૫ દિવસનુ હાય છે, દર ચાર વર્ષે એમાં એક દિવસ ઉમેરવામાં આવે છે. શક સંવતના જે વર્ષોમાં ૭૮ ઉમેરતાં સરવાળાને ( અર્થાત્ એ સમયે ચાલતી ઈસ્વી સનની સંખ્યાને ) ચાર વડે નિઃશેષ ભાગી શકાય તે વર્ષને ‘દ્ભુત વર્ષ' ગણી એમાં એક દિવસ ઉમેરાય છે; દા.ત. શક વર્ષ ૧૮૯૦, ૧૮૯૪, ૧૮૯૮ વગેરે. પરંતુ જ્યારે સરવાળાને ૧૦૦ વડે ભાગ ચાલતા હૈાય ત્યારે એને ૪૦૦ વડે ભાગી શકાતા હોય તેા જ વ્રુત વર્ષ ’ ગણવામાં આવે છે, નહિ તે એ સામાન્ય વર્ષ ગણાય છે; દા.ત. શક વર્ષ ૧૯૨૨, ૨૦૨૨, ૨૧૨૨, ૨૨૨૨, ૨૭૨૨ ઇત્યાદિમાં માત્ર ૧૯૨૨ અને ૨૩૨૨ ‘દ્ભુત વર્ષ' ગણાશે, બાકીનાં સામાન્ય ગણાશે. આ ગણતરી સ્પષ્ટતઃ તે તે શક વર્ષે આવતા ઈસ્વી સનના વર્ષ પ્રમાણે રાખવામાં આવી છે.
6