________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
[y. - દક્ષિણ ગુજરાત અને એની આસપાસના પ્રદેશોમાંથી મળેલા અભિલેખોની મિતિઓમાં આ સંવતનાં વર્ષ આપવામાં આવ્યાં છે, પરંતુ ક્યાંય એ સંવતનું નામ આપવામાં આવ્યું નથી. આ સંવતને પહેલો પ્રયાગ સૈકૂટક વંશના કહેરી તામ્રપત્રમાં થયો જણાતાં કેટલાક એને કૈકૂટક સંવત કહેતા, પરંતુ સૈફટકોના લેખોમાં વહેલામાં વહેલી ૨૦૧૭ ની મિતિ હોઈ આ સંવત એ રાજવંશે શરૂ કર્યો હોય એ સંભવિત નથી. પછીના અભિલેખમાં આ સંવતને એની ૯-૧૦ મી સદી દરમ્યાન “કલયુરિ સંવત” તથા “ચેદિ સંવત” એવું નામ આપવામાં આવ્યું છે. ૬૩ આ પરથી પહેલાંના અભિલેખોમાં વપરાયેલ સંવતને પણ કલુરિ” કે “ચેદિ' સંવત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સૈફૂટકાના સમયમાં આ સંવતને કલચુરિ વંશ અને ચેદિ દેશ સાથે સીધો સંબંધ હોય એવો કોઈ ઉલ્લેખ પ્રાપ્ય નથી. આથી આ સંવતનું મૂળ નામ “કલયુરિ કે ચેદિ' સંવત એવું ભાગ્યેજ હોઈ શકે, છતાં એના મૂળ નામની માહિતીના અભાવે સગવડ ખાતર પહેલાંના કાલના સંવતને પણ “કલયુરિ સંવત’ (કે ચેદિ સંવત') તરીકે ઓળખવામાં આવે છે.
કલયુરિ સંવતના આરંભ વિશે સૌ પ્રથમ પંડિત ભગવાનલાલ ઇદ્રજીએ તુલનાત્મક અભ્યાસ પરથી જણાવ્યું કે આ સંવતનો આરંભ ઈ. સ. ૨૪૪-૪૫ ના અરસામાં થયેલ છે. ૧૪ અનુકાલીન કલચુરિ સંવતના લેખોમાં અહણદેવી (વર્ષ ૯૦૭) અને એના પિતામહ ઉદયાદિત્ય(ઈ. સ. ૧૦૫૦ ને ૧૧૦૦ વચ્ચે)ના સમયની તુલના પરથી હેલે આ સંવતને આરંભ ઈ. સ. ૨૫૦ ના અરસામાં થયો એમ સૂચન કર્યું.૧૫ કલચુરિ સંવતની મિતિની ગણતરી પરથી કનિંગહમે એ સંવતને ઈ. સ. ૨૪૯ માં શરૂ થયો હોવાનું પ્રતિપાદિત કર્યું. ૨૧ આ મિતિઓમાં આપેલી વાર વગેરેની વિગત પરથી કિલહોને એનાં વર્ષ પ્રાય: ભાદ્રપદાદિ અને સંભવત: આશ્વિનાદિ, તેમજ એના માસ પૂર્ણિમાંત હેવાનું નિશ્ચિત કર્યું. ૧૭
ભાદ્રપદાદિ વર્ષની પદ્ધતિ વિશે અબીરૂનીના પુસ્તકમાં ઉલ્લેખ આવતા હોવાથી કિલહોર્ને કલચુરિ સંવતના વર્ષ ૧ ને આરંભ વિ. સં. ૩૦૫ ની ભાદ્રપદ શુકલ પ્રતિપદાએ (ઈ. સ. ૨૪૯ ના જુલાઈની ૨૮ મીએ) થત હોવાનું સૂચવેલું, ૮ પરંતુ આગળ જતાં બીજી કેટલીક મિતિઓને મેળ ભાદ્રપદાદિ વર્ષને બદલે આશ્વિનાદિ વર્ષની પદ્ધતિ સાથે મળતો જણાતાં એના ૧ લા વર્ષને આરંભ વિ. સં ૩૦૬ ની આધિન શુકલ પ્રતિપદા(ઈ. સ. ૨૪૯ ના ઓગસ્ટની