________________
૧૩ મું ) કાલગણના
[૪૮૩ વલભીના મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં જુદા જુદા રાજવંશની સત્તાઓ પ્રવર્તી, જેમણે શક, ગુપ્ત અને વિક્રમ જેવા અન્ય સંવત વાપર્ય એમ છતાં શતકથી ગુજરાતમાં રૂઢ થયેલે વલભી સંવત અનુમૈત્રક કાલ દરમ્યાન પણ થોડા પ્રમાણમાં પ્રચલિત રહ્યો.
અનુમૈત્રક કાલના ગુપ્ત સંવતની મિતિઓને એ કાલના વલભી સંવતની મિતિઓ સાથે સરખાવતાં જણાય છે કે એ કાલ દરમ્યાન પણ ગુપ્ત સંવતમાં ચૈત્રાદિ વર્ષની અને વલભી સંવતમાં કાર્તિકાદિ વર્ષની પદ્ધતિનો સ્પષ્ટ ફરક હતો. સુરાષ્ટ્રના લેખોની જે જે મિતિઓ ગુપ્ત સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હમેશાં ઉત્તર ભારતની ચૈત્રાદિ વર્ષની પદ્ધતિ જળવાઈ હોવાનું અને જે જે મિતિઓ વલભી સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હંમેશાં કાર્તિ કાદિ વર્ષની સ્થાનિક પદ્ધતિ પ્રચલિત હોવાનું તદન સ્પષ્ટ છે.
સોલંકી કાળ દરમ્યાન વલભી સંવતના પ્રયોગવાળી થોડીક મિતિઓ ઉપલબ્ધ થાય છે. એ મિતિઓની ચકાસણી પરથી માલૂમ પડે છે કે આ સમય દરમ્યાન પણ કાર્તિકાદિ વર્ષ અને પૂર્ણિમાંત માસની પદ્ધતિ પ્રચલિત રહી.
સોલંકી કાલના અંત પછી વલભી સંવત સમૂળે લુપ્ત થયે. ૫. કલયુરિ સંવત
ગુપ્ત કાલ તથા મૈત્રક કાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં એક જુદે જ સંવત પ્રચલિત હતા, જે આગળ જતાં કલચુરિ તરીકે જાણીતો થયો. ગુજરાતના ઉપલબ્ધ અભિલેખમાં આ સંવત પહેલવહેલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણના ત્રકૂટક વંશના રાજાઓના અભિલેખોમાં વપરાયેલ જોવા મળે છે. એમાં એ સંવતનાં વર્ષ ૨૦૭ થી ૨૪૫ નો ઉલ્લેખ આવે છે, ત્યાર પછી ભકચ્છના રાજા સંગમસિંહના દાનશાસન(વર્ષ ૨૯૨)માં, નાસિક અને વડોદરા જિલ્લામાંથી મળેલાં પ્રાચીન કલચુરિ વંશના રાજાઓનાં દાનશાસને (વર્ષ ૩૪૭ થી ૩૬૧)માં, નાંદીપુરી-ભરુકચ્છના ગુર્જર રાજાઓનાં દાનશાસને (વર્ષ ૩૦ થી ૪૮૬)માં, દક્ષિણ ગુજરાત અને ખાનદેશના સેંદ્રક રાજાઓનાં દાનપત્રો(વર્ષ ૪૦૪ અને ૪૦૬)માં અને દક્ષિણ ગુજરાતના પ્રાચીન ચાલુક્ય રાજાઓનાં દાનપત્રો (વર્ષ ૪ર૧ થી ૪૯૦)માં આ સંવતની મિતિઓ મળે છે. આમ દક્ષિણ ગુજરાતના અભિલેખામાં આ સંવત વર્ષ ૨૦૭ થી ૪૦૦ સુધી પ્રયોજાયેલ જોવા મળે છે.