________________
૪૮૨]
ઈતિહાસની પૂર્વભૂમિકા
[. વલભી સંવતનાં વર્ષ અને ભાસને આરંભ કઈ રીતે થતે એ વિશે વેરાવળના અર્જુનદેવના લેખની મિતિની વિગતો પરથી જણાય છે કે “સુરાષ્ટ્રમાં એ સમયે કાર્તિકાદિ વર્ષ પ્રલિત હતાં. મૈત્રકનાં દાન શાસનમાંની મિતિઓમાં તિથિની સાથે વાર આયો નહિ હોવાથી એ કાલની આ સંવતની વર્ષગણના તેમજ માસગણનાની પદ્ધતિ નકકી કરવા માટે બહુ જૂજ સામગ્રી ઉપલબ્ધ છે. આ દાનશાસનમાંની એક મિતિમાં સર્યગ્રહ ૫૪ અને ત્રણ મિતિઓમાં દ્વિતીય માસને ૫ ઉલ્લેખ આવે છે એ પરથી મિતિઓમાં વર્ષ અને માસની ગણતરી કેવી રીતે થતી એ તપાસી શકાય છે. ૫૬
મિતિમાં આવતું સૂર્યગ્રહણ પૂર્ણિમાંત પદ્ધતિએ બંધ બેસે છે. અધિક માસની મિતિઓ તપાસતાં માલૂમ પડે છે કે મૈત્રક કાળ દરમ્યાન અધિક માસ ગણવામાં મધ્યમ ગણિતની ધૂલ પદ્ધતિ પ્રચલિત હતી અને માસનાં નામ આપવામાં હાલની મીનાદિ પદ્ધતિને બદલે મેષાદિ પદ્ધતિ પ્રચલિત હતી.૫૭ અધિક માસની આ મિતિઓ કાર્નિકાદિ વર્ષની ગણતરી પ્રમાણે જ બંધ બેસે છે. એ પરથી વલભી સંવતનાં વર્ષ કાર્તિકાદિ હેવાનું અને એના માસ પૂર્ણિમાંત હોવાનું ફલિત થાય છે.
મૈત્રક કાલ પછીની વલભી સંવતની ઉપલબ્ધ મિતિઓ૫૮ તપાસતાં માલુમ પડે છે કે “સુરાષ્ટ્રમાં વલભી સંવત પ્રચલિત રહ્યો ત્યાં સુધી એનાં વર્ષ અને એના માસ એ જ પદ્ધતિએ ગણાતા. આ સમય દરમ્યાન દાનશાસનમાં વપરાયેલ મિતિઓમાં વચમી સંવત્ એવું સ્પષ્ટ નામ જોવા મળે છે૫૯
વલભી સંવતનું પહેલું વર્ષ વિ. સં. ૩૭૫ ની કાર્તિક શુકલ પ્રતિપદા (અર્થાત ઈ. સ. ૩૧૮ ના ઓકટોબરની ૧૨ મી)એ શરૂ થઈ વિ. સં. ૩૭૫ ના આધિન માસની અમાવાસ્યાએ (અર્થાત ઈ. સ. ૩૧૯ ના સબરની ૩૦ મીએ) પૂરું થાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતનાં વર્ષ કાર્નિકાદિ હોવાથી વિક્રમ સંવત અને વલભી સંવતનાં વર્ષોમાં કાયમ એકસરખો તફાવત રહે છે. વલભી સંવતની બરાબર વિક્રમ સંવતનું વર્ષ કાઢવા વલભી સંવતનાં વર્ષોમાં ૩૫ ઉમેરવા પડે છે. શક વર્ષ રૌત્રાદિ હોવાથી વલભી સંવતની બરાબરનું શક સંવતનું વર્ષ શોધવા વલભી સંવતના વર્ષમાં કાર્તિક શુકલથી ફાગુન કૃષ્ણ સુધીના પક્ષ માટે ૨૪૦ ને રૌત્ર શુકલથી આશ્વિન કૃષ્ણ સુધીના પક્ષ માટે ૨૪૧ ઉમેરવા પડે છે. એ જ પ્રમાણે ઈરવી સનનું વર્ષ શોધવા વલભી સંવતના વર્ષમાં કાર્તિકથી ડિસેમ્બર સુધીની ભિતિ માટે ૩૧૮ ને જાન્યુઆરીથી આસો સુધીની મિતિ માટે ૩૧૯ ઉમેરવા પડે છે. ૨૦