________________
૧૩ મું] કાલગણના
[ reü ૨૬ મી)એ થયેલ ગણાવા લાગ્યો. ૧૯ મિરાશીએ વધારાની મિતિઓની ગણતરી કરી આ સંવતનાં વર્ષ આશ્વિનાદિ નહિ, પણ કાત્તિ કાદિ હોવાનું સાબિત કરી એના વર્ષ ૧ નો આરંભ ઈ. સ. ૨૪૯ ની ૨૫ મી સપ્ટેમ્બરે થયો હેવાનું અને એના માસ પૂર્ણિમાંત નહિ, પરંતુ અમાંત હવાનું પ્રતિપાદિત કર્યું.૭૦
દક્ષિણ ગુજરાતના અભિલેખોમાં પ્રયોજાયેલ કલચુરિ સંવતની મિતિઓમાં આપેલાં વર્ષ, માસ, પક્ષ અને તિથિની ગણતરી પરથી પણ ફલિત થાય છે કે કલયુરિ સંવતના વર્ષ ૧ ને આરંભ વિક્રમ સંવત ૨૦૬ ની કાર્તિક શુકલ
પ્રતિપદા(ઈ. સ. ર૪૯ ની ૨૫ મી સપ્ટેબર)ના રોજ થયો. એ સંવતનાં વર્ષ ગત અને કાર્તિકાદિ હતાં અને એના માસ અમાંત હતા.
આથી કલચુરિ સંવતના વર્ષમાં ૩૦૫ ઉમેરવાથી એની બરાબરનું વિક્રમ સંવતનું વર્ષ આવે. આ ગણતરીએ કલચુરિ સંવતના વર્ષની બરાબરનું ઈ. સ. નું વર્ષ કાઢવા માટે કલચુરિ સંવતના વર્ષમાં કાર્તિકથી ડિસેમ્બર સુધીના સમય માટે ૨૪૮ અને જાન્યુઆરીથી ફાગણ સુધીના સમય માટે ૨૪૯ ઉમેરવા પડે.૭૧
આ સંવતની ઉત્પત્તિ વિશે અનેક જુદાં જુદાં મંતવ્ય રજૂ થયાં છે. ભગવાનલાલ ઈંદ્રજીએ પહેલાં કહેરી તામ્રપત્રને આધારે આ સંવતને સૈફૂટકોને સંવત માન્યો, પણ સૈફૂટક રાજાઓના અભિલેખોમાં એ સંવતનાં વર્ષો ૨૦૭ થી ૨૪૫ સુધીનાં મળી આવતાં એ સંવતનો આરંભ એની પહેલાંના સમયમાં સૌરાષ્ટ્રમાં ક્ષત્રપ કાળ દરમ્યાન થયેલા રાજા ઈશ્વરદત્તે કર્યો હોવાનું સૂચવ્યું. આ ઈશ્વરદત્તને એમણે આભીર વંશને માન્ય અને એને શાસનકાલ શક વર્ષ ૧૭૧-૭૬(ઈ.સ. ૨૪૯-૫૪)ના વચગાળામાં મૂક્યો. એમણે આભીરોને અને પછીના કલ– ચુરિઓને એક વંશના માન્યા, પરંતુ આગળ જતાં વચગાળાના ક્ષત્રપ સિકકાઓ મળી આવતાં રાજા ઈશ્વરદત્તનો સમય શક વર્ષ ૧૧૦-૧૨(ઈ. સ. ૧૮૮-૯૦) ના વચગાળામાં મૂકવામાં આવ્યા. આથી આ સંવત ઈશ્વરદત્તે શરૂ કર્યો હોય એવી કલ્પના સ્વીકાર્ય ગણાતી નથી.
૨. ચ. મજુમદારે કુષાણ સમ્રાટ કનિષ્કને આ સંવતને પ્રવર્તક માન્યો.૭૨ જયસ્વાલે વાકાટક વંશના સમ્રાટ પ્રવરસેન ૧ લાએ આ સંવત શરૂ કર્યો હોવાને મત રજૂ કર્યો, 98 પરંતુ તુલનાત્મક અભ્યાસ પરથી હાલ આ મતે રવીકાર્ય ગણાતા નથી. સૈકૂટકેની પહેલાં અન્ય કઈ રાજવંશે આ સંવત વાપર્યો હોવાની ખાતરી પડતી નથી. મિરાશાએ આભીર રાજા ઈશ્વરસેનના