________________
૨૪]
ઈતિહાસની પૂર્વભૂમિકા જવાને માર્ગ દૂર ધકેલાય છે. વળી એ સાંકડા માર્ગને લઈને સમુદ્રની મોટી ભરતી વખતે અખાતનાં પાણી મોટા ઘુઘવાટા સાથે પૂરપાટ ઝડપે અંદર ધસી આવે છે. ભરતીઓટ થયા પછી ખંભાતના ધક્કા આગળની ખુલ્લી જમીન ઉપરથી સપાટ લાગે, પરંતુ એમાં પગ મૂકતાં માણસ અંદર ખૂપી જાય છે. ચોમાસામાં સાબરમતી અને મહીમાં પૂર આવે છે ત્યારે એમાં મેટાં મેટાં વૃક્ષો, પ્રાણીઓ વગેરે ખેંચાઈ આવે છે. અખાતમાં મળતી નદીઓ મારફતે દર વર્ષે ઘણે બધે કાદવ ઘસડાઈ આવે છે. એમાંને ઘણે સમુદ્રનાં મેજાના જેને લીધે તણાઈ જાય છે, છતાં જે શેડો કાંપ ત્યાં કરી રહે છે તેનાથી અખાતના મથાળાને ભાગ ધીમે ધીમે પુરાયા કર્યો છે અને નદીઓના પટ ઊંચા આવતા ગયા છે. ૨૮
અખાતના પૂર્વ ભાગમાં મહીની દક્ષિણે ઢાઢર, નર્મદા, કીમ, તાપી વગેરે નદીઓ મળે છે. કાંઠાના ભાગમાં ઘણી ખાડીઓ આવેલી છે. મોટી નદીઓના કાંઠાઓની જમીન ભાઠાની છે અને સમુદ્રકાંઠાની જમીન ખારવાળી છે. મહીના મુખ પાસે ઉત્તર તટ પર ખંભાત અને દક્ષિણ તટ પર કાવી બંદર છે, જ્યારે ઢાઢર નદીના મુખ પાસે ટંકારી બંદર છે. મહી અને નર્મદા વચ્ચેના સમુદ્રકાંઠા પાસે ખારે પાટ આવેલું છે. નર્મદા નદીના મુખ આગળ એના ઉત્તર તટ પાસે દહેજ બંદર છે ત્યાંથી વહાણો અખાતને સામે પાર સૌરાષ્ટ્રનાં બંદરોએ જાય છે. હાલ આ બંદરને વિકસાવવામાં આવે છે. નર્મદામાં એના મુખથી ભરૂચ સુધી મેટાં વહાણ અને ઝઘડિયા સુધી નાનાં વહાણ કરી શકે છે.
નર્મદા ખંભાતના અખાતને મળે છે ત્યાં એનું મુખ લગભગ ૨૪ કિ. મી. (૧૫ માઈલ) જેટલું પહોળું છે. એ મુખપ્રદેશમાં મોખરે આલિયા નામે માટે ટાપુ છે. એની ને ભરૂચની વચ્ચે કેટલાક નાના બેટ આવેલા છે તેઓમાં ધંતુરિયા બેટ સહુથી મોટે છે; એની જમીન ફળદ્રુપ છે. નર્મદાને ઉત્તર કાંઠે આવેલું ભરૂચ ગુજરાતનું ઘણું જૂનું બંદર છે;૧૯ એ સમુદ્રતટથી ચોવીસેક કિ. મી. પંદરેક માઈલ) જેટલું અંદરના ભાગમાં આવેલું છે. નદીના પૂરણને લીધે આ બંદરને વેપાર ઘટતો ગયો છે. હજી ત્યાં માછી તથા ખારવા લેકની ઠીક ઠીક વસ્તી છે. સમુદ્રકાંઠે મીઠું પકવવાને ઉદ્યોગ પણ ચાલે છે. ભરૂચની પૂર્વે શુકલતીર્થને પેલે પાર એક ટાપુમાં અનેક વડવાઈઓવાળો જૂનો જંગી કબીરવડ આવેલો છે. સમુદ્રકાંઠા પાસે નાળિયેરી તથા તાડના ઝાડ નજરે પડે છે. નર્મદાની દક્ષિણે આવેલા અંકલેશ્વર પાસે ખનિજ તેલ અને કુદરતી ગેસને ઉદ્યોગ વિકસ્યા છે. નર્મદાના મુખથી ૧૬ કિ. મી. (દસ માઈલ) દક્ષિણે કીમ નદીનું મુખ આવેલું છે.