________________
૧ હું] . ભૌગોલિક લક્ષણે "
t૨૫ - કીમ અને તાપીની વચ્ચે ભગવાનું નાનું બંદર છે. તાપી નદીને ડાબે કાંઠે સુરત એક મોટું બંદર હતું. ૧૦ પછી નદીને કાંપને લઈને તાપીનું મુખ છીછરું થતું ગયું ને બંદરની પડતી થઈ હાલ સુરતની પશ્ચિમે આવેલા મગદલ્લા બંદરને વિકસાવવામાં આવી રહ્યું છે. તાપીના મુખની પશ્ચિમે હજીરા અને પૂર્વે ડુમસ નામે હવાખાવાનાં સ્થળ આવેલાં છે. મીંઢોળા નદી તાપીથી આઠ કિ. મી. (પાંચ માઈલ) દક્ષિણે સમુદ્રને મળે છે. એના મુખને “સચીન” કહે છે. પૂણે મીંઢળાથી ૧૬ કિ. મી. (દસ માઈલ) દક્ષિણે સમુદ્રને મળે છે. પૂર્ણાના મુખની દક્ષિણે આવેલા દાંડીમાં મીઠું બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. પૂર્ણાની દક્ષિણે ૨૪ કિ. મી. (૧૫ માઈલ) પર અંબિકા અને અંબિકાથી ૧૩ કિ. મી. (આઠ માઈલ) દક્ષિણે ઔરંગા નદી સમુદ્રને મળે છે. અંબિકાના કિનારા પાસે ગણદેવી અને બિલિમેરા વસેલાં છે. ધરાસણા(તા. વલસાડ)માં મીઠું પકવવામાં આવે છે. ઔરંગાના કિનારા પાસે વલસાડ આવેલું છે. વલસાડ પાસે આવેલું તીથલ હવાખાવાનું સ્થળ છે. ઔરંગાના મુખથી ૯.૫ કિ. મી. (છ માઈલ) દક્ષિણે ઉમરસાડી આગળ પાર નદી સમુદ્રને મળે છે. પારના મુખથી આઠ કિ. મી, (પાંચ માઈલ) દક્ષિણે કોલક નદી ઉદવાડા પાસે સમુદ્રને મળે છે. દમણગંગા દમણ પાસે સમુદ્રને મળે છે. નવસારીની દક્ષિણે બિલિમોરા, વલસાડ, ઉમરસાડી, મરોલી, ઉમરગામ વગેરે નાનાં બંદર આવેલાં છે. કીમથી દમણગંગા સુધીના સમુદ્રકાંઠા પાસેને પ્રદેશ રેતીના ટેકરાઓ અને ખારાપાટથી ભરપૂર છે.
કચ્છના અખાતના મથાળાથી મુખ સુધીને સૌરાષ્ટ્રને ઉત્તર દિશાને સમુદ્રકાંઠે લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબે છે. એ કિનારા પર નવલખી, જોડિયા, બેડી, સિક્કા, સલાયા, પીંડારા, બેટ, ઓખા, આરંભડા વગેરે બંદર આવેલાં છે. હંસ્થલ અને જોડિયા વચ્ચેનો ભાગ સાંકડો મટોડાવાળો અને તમરિયાંની ઝાડીઓથી ભરપૂર છે. આજી અને ઊંડ નદી જોડિયા પાસે અખાતને મળે છે. જોડિયા બંદરી વેપારનું મથક છે. જોડિયાથી ઓખા સુધીના ભાગમાં સમુદ્રતટ છ થી નવ કિ. મી. (ચારથી છ માઈલ) સુધી અંદર વિસ્તરે છે; એની પાસે સંખ્યાબંધ ખડકે અને નાના બેટ આવેલા છે. કિનારા પાસે આવેલી તમરિયાંની ઝાડીઓ ખલાસીઓને સીમાચિહની ગરજ સારે છે. જામનગરની ખાડીમાં બેડી બંદર આવેલું છે ને એની ઉત્તરે રેઝી ટાપુમાં પણ નાનું બંદર આવેલું છે. સિક્કામાં સિમેન્ટનું મોટું કારખાનું છે. સલાયા પાસે મીઠાને ઉદ્યોગ ચાલે છે. જૂના જમાનામાં એ વહાણવટા માટે ઘણું જાણીતું હતું. ઓખા પાસે શંખોદ્ધાર બેટ સામાન્યતઃ બેટ' નામે ઓળખાય છે.