________________
૧લુ]. ભૌલિક લક્ષણે
t 28 વિધારે હોય છે. વિસ્તારના પ્રમાણમાં વસ્તી ઘણી ઓછી છે. પીવાનું પાણી કૂવાઓ મારફત મળી રહે છે. એકંદરે આ પ્રદેશ મુકે છે ને એનું હવામાન આરોગ્યદાયી છે.
૩સમુદ્રકાંઠાને પ્રદેશ . ભારતના પૂર્વ સમુદ્રતટ કરતાં પશ્ચિમસમુદ્રતટ ઓછા તોફાની હવામાનવાળે
અને ઓછા રેતીપ્રવાહવાળો છે; એમાંય એને ઉત્તર ભાગ બંદર બાંધવા તથા વિકસાવવા માટે ઠીક ઠીક અનુકૂળ છે.
ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર અને એના અખાત આવેલા છે. ગુજરાતને સાગરકાંઠે એકંદરે ૧,૬૦૦ કિ. મી. (૧,૦૦૦ માઈલ) જેટલો લાંબે છે.
ઉત્તરમાંથી આવતી સાબરમતી નદી ખંભાતના અખાતમાં મળે છે, ત્યાં એને પટ લગભગ સાત કિ. મી. (સાડા ચાર માઈલ) પહોળો બને છે. આ ભાગ કે પાલીની ખાડી” કહેવાય છે. ઉત્તરપૂર્વ તરફથી આવતી મહી નદી છેવટના ભાગમાં પશ્ચિમ તરફ વળી બદલપુર પાસે મહીસાગર બને છે ને ખંભાતનીયે પેલે પાર ખંભાતના અખાતને મળે છે. એને પટ આઠ કિ. મી. (પાંચ માઈલ) જેટલે પહોળો થાય છે ને ત્યાં ભરતી વખતે પાણીની સપાટી ૬.૭ મીટર (૨૨ ફૂટ) ઊંચી જાય છે.૨૫ અખાતમાં ભરતી આવે છે ત્યારે મહીના પાણી વાસદની ઉત્તરે આવેલી વહેરાખાડી સુધી ધકેલાય છે. ચોમાસામાં પૂર આવે છે ત્યારે મહીસાગરનાં પાણી ઘડાવેગે દોડતાં હોય છે. ખંભાત પાસે સિાબરમતીના અને મહીના મુખ આગળ પાણીને લગભગ આઠ કિ. મી. (પાંચ માઈલ) પહોળો અને ૪૮ કિ. મી. (૩૦ માઈલ) લાંબો વાંકોચૂંકે પટ થાય છે, જે ખંભાતની દક્ષિણ પશ્ચિમે પાળે થતા જાય છે. એક જમાનામાં ખંભાત હિંદના બંદર તરીકે દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતું હતું. ૨૭ - મહી નદીના મુખથી તાપી નદીના મુખ સુધીને અખાતને પૂર્વ કિનારે લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંબો છે. અખાતના મથાળા અને મુખ વચ્ચેનો ભાગ પ્રમાણમાં સાંકડે છે. એની સરેરાશ પહોળાઈ ૧૯ કિ. મી. (૧૨ માઈલ) છે. મુખ આગળ અખાતની પહોળાઈ ૪૮ કિ. મી. (૩૦ માઈલ)
જેટલી છે. અખાતના કિનારે ઠેર ઠેર રેતીના ઢગ ખડકાયેલા પડ્યા છે. એની વચ્ચે ઊંડા પાણીની સાંકડી પટી છે. આ પટી અને ધોલેરાની ખાડી વચ્ચે . ઊંચો ટેકરે આવેલું છે; એને લીધે ખંભાત બંદર પાસે વહાણોને અવલ -