________________
૧૨ સુ]
પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને અગમન
[ ૪૫૩
થયા તે પહેલાં ચાલુકયો સૂર્યાવંશી જણાય છે, તેથી તેઓ ગુર્જર નથી, પણ અનુદાચલની આસપાસના પ્રદેશના ક્ષત્રિય છે એમ તેએ જણાવે છે.૧૦૬
મૈત્રક સમયનાં કેટલાંક રાજકુલ પરદેશી જાતિનાં જણાય છે, તે કેટલાંકની ઉત્પત્તિ વૈશ્ય કે બ્રાહ્મણ આદિપુરુષથી થયેલી જોવા મળે છે. વળી રાજ્યના અધિકારીઓની પસંદગી બધા વર્ણાંમાંથી કરવામાં આવતી હોય એ સભવિત છે. વલભીના રાજા શીલાદિત્યે અમાત્યની પસંદગી માટે ચારે વર્ણોના વિચાર કરી જોયા હતા એવા ‘ઉદયસુ દરીકથા’માં ઉલ્લેખ આવે છે, છતાં અધિકારીએનાં ઉલિખિત નામેા પરથી તેા મેાટે ભાગે રાજ્યતંત્રના અધિકાર અને દાનશાસનમાં દૂતક તરીકેના અધિકાર ક્ષત્રિયકુલની વ્યક્તિને જણાય છે. ૧૦૭
બ્રાહ્મણા
મૈત્રકા, ત્રૈકૂટકો, કટન્ચુરિ અને નાંદીપુરીના રાળનાં દાનશાસન પરથી બ્રાહ્મણાના ખ્યાલ આવે છે. બ્રાહ્મણા ધાર્મિક અને એકદર સામાજિક જીવનમાં મુખ્ય ભાગ લેતા હશે. બ્રાહ્મણાની ઓળખમાં એમનું નામ, પિતાનુ નામ, ગેાત્ર, વેદશાખા અને નિવાસસ્થાન મુખ્ય જણાય છે.૧૦૮ વળી બ્રાહ્મણે એ સ્થળાંતર કર્યુ હાય તા એ કયા સ્થળેથી કયા અન્ય સ્થળે કર્યું છે એ સ્થળોના પણ ઉલ્લેખ જોવા મળે છે.
.
દાનશાસનામાં ઉલ્લિખિત બ્રાહ્મણાની વસ્તી જંબુસર ને એની આસપાસના પ્રદેશમાં સૌથી વધુ તે અન્ય સ્થળામાં–વલભી, સિ ંહપુર, ગિરિનગર, ખેટક, નગરક, આનંદપુર, ભરૂચ, કચ્છ તે નવસારિકામાં–પ્રમાણમાં વધુ જોવા મળે છે. અહિચ્છત્ર (ઉ.પ્ર.), ગિરિનગર(સૌરાષ્ટ્ર ને દશપુર(માળવા)નાં ત્રણ ચાર કુટુંબ બાદ કરતાં દક્ષિણ ગુજરાતનાં બધાં જ કુટુંબ જ પ્રુસર તે ભરૂચની આસપાસનાં જાય છે.૧૦૯
એ બ્રાહ્મણાનાં ગાત્રામાં વત્સ, ભારદ્વાજ, દૌર્ણાકીય અને કોલ્ડ્રિન્ય સૌથી વધુ જણાય છે; અન્યમાં ચૌલિ, ધૂમ્રાયણ, હારીત, કાશ્યપ, લક્ષ્મણુ, શ્રાવાણુ, માઇર, વશિષ્ઠ, ગા, ભાર્ગવ, શારાક્ષિ, તાપસ, આત્રેય, દ્રોણાયન, કૌશ્રવસ, પારાશર, ગાગેÖય, કષ્ડિલ, માનવ, શાંડિલ્ય, જગણુ, કૌશિક, એપસ્વસ્તિ, ઉપમન્યુ પ્રત્યાદિ ગાત્રા પણ જણાય છે. ૧૧૦
વેદશાખામાં સૌથી વધુ ઉલ્લેખ યજુર્વેદની વાજસનેયી શાખાના અને ત્યાર બાદ સામવેદની છાંદોગ્ય શાખાને આવે છે. અથર્વવેદી તે ઋગ્વેદી બ્રાહ્મણોના પણ ઉલ્લેખ આવે છે.૧૧૧