________________
[પ્ર.
૪૫ર ]
ઇતિહાસની પૂર્વભૂમિકા વગેરે આ અગ્નિકુલની પરંપરામાં માને છે કે ચાલુક્યો પરદેશી ગુર્જર જાતિના હશે એમ અનુમાન કરે છે. ભાંડારકર૦૪ દર્શાવે છે તેમ ચાલુક્યોના સમયમાં જ ગુર્જરત્રા-ગુજરાત” એવાં પ્રદેશનાં નામ દેખા દે છે, તેથી ચાલુક્યો ગુર્જર જાતિના છે. તેઓ માને છે કે “ચાલુક્ય –ચૌલુક્ય’ અને એને મળતાં નામેએ ઓળખાતી આ જાતનાં બે ધાડાં આવેલાં જણાય છે : એક છઠ્ઠી સદીના અંત ભાગમાં આવ્યું, જે દક્ષિણને ચાલુક્યવંશ વિકસાવે છે ને એમની એક શાખા દક્ષિણ ગુજરાતમાં પણ સત્તારૂઢ થાય છે; બીજું ધાડું ૧૦ મી સદીની મધ્યમાં આવ્યું, જે કનોજ અને ગુજરાતના ચૌલુક્ય કે સોલંકી વંશ વિકસાવે છે. આમ ઉત્તર ને દક્ષિણને ચાલુ-ચૌલુક્યની ઉત્પતિ એક જ ટોળીમાંથી થઈ હશે એમ દર્શાવે છે.
ગુજરાતમાં બંને ધાડાંઓના વંશજોએ રાજ્ય સ્થાપ્યાં છે, કેમકે દક્ષિણ ગુજરાતનું એ મૈત્રકકાલીન રાજ્ય દક્ષિણમાંથી આવેલું છે ને પછીના સૌરાષ્ટ્રના ચાલુકો અને ઉત્તર ગુજરાતના ચૌલુક્યો-સેલંકીઓ (વાઘેલા સોલંકી સહિત) ઉત્તરમાંથી આવેલા જણાય છે.
અ.મુ. મજુમદાર ૦૫ ચાલુક્યને ગુર્જર જાતિના ગણવા માટે પૂરતાં પ્રમાણ નથી એમ જણાવે છે, કેમકે દસમી સદી પહેલાં પણ નાંદીપુરીના ગુર્જર નામના અને ગુર્જર-પ્રતીહારના રાજવંશે જોવા મળે છે, એટલે “ગુર્જર નામ ચાલુક્યસમયમાં જ દેખાયું એમ કહી શકાય નહિ. તેઓ દર્શાવે છે કે “ચાલુક્ય નામને ઉલેખ પુરાણોમાં આવે છે. માર્કડેય, મત્સ્ય અને વાયુ પુરાણમાં ચુલિકેશુલિકેને ઉલેખ ભારતની ઉત્તરે આવેલા પ્રદેશની લંપ, કિરાત ને કાશ્મીરની ટાળીઓ સાથે થયો છે. ચરકસંહિતામાં બાલિક, પદૂલવ, ચીના અને શક સાથે ચૌલિકને ઉલ્લેખ છે. હરાહના અભિલેખમાં આંધ-ગૌડ સાથે લિકને ઉલ્લેખ છે તે “ચાલુ જ છે. આ નામે પલવ શબ્દ “સુરક ને “સુલક. સલિક દ્વારા સેડિયન સાથે સંબંધ ધરાવે છે એમ બતાવી ચાલુક્યો સોયિન’ હતા એમ દર્શાવ્યું છે. યેચી પહેલાં સોયિન ને પાછળથી બૅટ્રિયન' તરીકે ઓળખાય છે. આમ મજુમદારના મતે ચાલુક્યો પરદેશી છે, પરંતુ ગુર્જર નહિ, સોયિન છે.
ચાલુક્યો પરદેશી નથી અને આ દેશના પ્રાચીન આર્ય–દ્રવિડ ક્ષત્રિયોના વંશજ છે એમ ઓઝા ભારપૂર્વક દર્શાવે છે. અગ્નિવંશી રાજપૂત તરીકે ઓળખાતા