________________
૪૫૪ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[ . ભાંડારકર ૨ વલભી અને આનંદપુરના મૈત્રકકાલીન બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ હવાને મત વજૂ કરે છે. નાગર બ્રાહ્મણેમાં આજે પ્રચારમાં છે અને ૭૦૦ વર્ષ પહેલાં પણ હતા તેવા તેર નામાંતેના પૃથક્કરણ પરથી તેઓ આ મત પર આવે છે. વળી તેઓ જણાવે છે કે નાગર બ્રાહ્મણોમાં પણ પરદેશી જાતિનું ઘણું બધું મિશ્રણ થયું હોવું જોઈએ. નાગર જ્ઞાતિના નામાંતમાં દેવ (બ્રાહ્મણોમાં પ્રચલિત), વર્મન્ (ક્ષત્રિયોમાં પ્રચલિત), અને ગુપ્ત (વૈોમાં પ્રચલિત), રાસ (શકોમાં પ્રચલિત) એવા નામાંત જોવા મળે છે. એ ઉપરથી બધા વર્ણોનું નાગરમાં મિશ્રણ થયું છે એમ માનવા કરતાં આ નામાં જુદી જુદી ટેળીઓનાં કુલસૂચક નામ હેય અને એ બધી ટેળીઓ નાગર બ્રાહ્મણોમાં ભળી હોય એમ માનવું વધુ યોગ્ય છે એમ તેઓ માને છે. વળી આ નામાંતોનું સામ્ય જોઈને તેઓ બંગાળાના કાયર તથા ગુજરાતના નાગર બ્રાહ્મણ વચ્ચે સંબંધ જુએ છે. પ્રશ્નોરા નાગરની ટોળીઓ નગરકોટ (અહિચ્છત્રની નજીકમાં) સ્થળેથી પરિભ્રમણ કરતાં કરતાં ગુજરાતમાં આવીને નાગર બ્રાહ્મણમાં ભળી ગઈ હેય ને અહિચ્છત્ર પાસે આવેલ “નગર” નામે કઈ સ્થળના નામ પરથી સૌ નાગર કહેવાયા હોય એવું અનુમાન કરે છે. આમ ગુજરાતના નાગર બ્રાહ્મણો પણ પરદેશી જાતિના છે.
સાંકળિયા ૧૩ જણાવે છે કે આનંદપુરના મૈત્રક બ્રાહ્મણોમાં જણાતા કેટલાક નામાં તત્કાલીન બીજા પ્રદેશના બ્રાહ્મણેમાં પણ જોવા મળે છે, તેથી બીજા પુરાવા ન મળતાં આનંદપુરના મૈત્રક બ્રાહ્મણોને નાગર બ્રાહ્મણ ગણી શકાય નહિ.
સુરાષ્ટ્રની પ્રજા વેપારવાણિજ્યમાં મોખરે હતી. વણિકે અંતર્દેશીય તેમજ વિદેશી (સમુદ્રપારના સુધાં) વેપાર કરતા. વણિકામાં નાવિકપતિઓ અને સાથેવાહના ઉલેખ આવે છે. યુએન સ્વાંગ નોંધે છે કે દૂર દેશાવરની વિરલ અને અમૂલ્ય ચીજો અહીં પુષ્કળ પ્રમાણમાં જમા થતી અને વલભીપુરમાં કરોડપતિએનાં સે એક જેટલાં ઘર હતાં. અજિત કક્ક નામના વાણિયાએ વિહાર બંધાવ્યાને ઉલેખ છે. આ પરથી ધનિક વૈશ્ય ધર્મસ્થાને પાછળ દાન કરતા એમ જોવા મળે છે.૧૧૪
મૈત્રકકાલીન રાજાઓએ આપેલાં દાનશાસનેમાં બ્રાહ્મણો અને શ્રમણો ઉપરાંત કેટલીક વાર વાણિજ્યક, વહેંકિ (સુથાર), કણબી, નાપિત અને કુંભારને ઉલેખ આવે