________________
૨] ઇતિહાસની પૂર્વભૂમિકા
[. ભિલ્લ એવાં નામે ઓળખાતી હશે. ઑસ્ટ્રિક જૂથની ભાષા બેલનારી આ જાતિનાં જતિતત્વ નીચલા વર્ગો ને જ્ઞાતિઓમાં વધુ પ્રમાણમાં પ્રસરેલાં જણાય છે. મૅગેલેઈડ જાતિ કિરાત” નામે ઓળખાતી. મેહે જો-દડે અને હડપ્પામાં એના અવશેષ દેખાય છે, તેથલમાં જણાયા નથી. ભૂમધ્ય-સમુદ્રીય જાતિ અને એની સાથે આવેલી આર્મેનોઈડ જાતિ એ દ્રવિડભાષાભાષી પ્રજા હતી ને દ્રવિડ, દશ્ય ને શદ્ર નામે ઓળખાતી. આર્યોના શક્ય મનાતા આગમન સાથે નેડિક અને આલ્પાઈન જાતિતત્તવ ઉમેરાય છે. આમ વૈદિક કાલ દરમ્યાન જગતની બધી જ મુખ્ય જાતિઓના જાતિસંમિશ્રણથી ભારતવર્ષને માનવ ઉભો ને અનેક વિભિન્નતામાંથી ઉદ્ભવેલી અને વિરોધમાંથી સંવાદ જન્માવનારી એવી ભારતીય સંસ્કૃતિ પણ નિર્માણ પામી. પુરાણોમાં જાતિઓના ઉલ્લેખ | ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી–લગભગ ઈ. પૂ. ૩રર થી થાય છે, અને પ્રાચીન ઇતિહાસને સમયાવધિ ઈ.સ. ૧૩૦૪ સુધી સેલંકી કાલના અસ્ત સુધીને ગણવામાં આવે છે. ઐતિહાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાકાવ્ય, હરિવંશ, પુરાણો અને ઉપપુરાણોના સમગ્ર સાહિત્યમાં ગુજરાતની જાતિઓ વિશેના ઉલ્લેખોને ટૂંકો ખ્યાલ કરીએ. *
પુરાણ પ્રમાણે માનવકુલની ઉત્પત્તિ મનુ નામે મૂળ પુરુષથી થઈ છે ને વર્તમાન માનવકુલના મૂળ પુરુષ વૈવસ્વત સાતમાં મન હતા. એમણે ભારતવર્ષના પ્રદેશ પોતાના પુત્રોને વહેંચી આપ્યા ત્યારે આ નનૈઋત્ય (આર્યાવર્તની તૈયે આવેલે) પ્રદેશ શર્યાતિ નામના પુત્રના ભાગમાં આવ્યો. આમ શર્યાતિ માનવે આનર્ત સ્થાપ્યું એ બાબત ગુજરાત પર આર્યોના સ્થળાંતરની દ્યોતક છે.”
સૌરાષ્ટ્રમાં શાર્યાતો કુશસ્થલીમાં રાજધાની કરીને વસ્યા ત્યારે રેવાકાંઠે ભાર્ગ વસ્યા હતા ને ભરુકચ્છ(ભૃગુકચ્છ)માં એમનું મુખ્ય મથક હતું. એ બે વચ્ચે પહેલાં વિગ્રહ ને અંતે સંધિ થઈ એવું સૂચવતી કથા પુરાણમાં આવે છે. એવી જ રીતે રેવાકાંઠે નીચેના ભાગમાં હૈહય સત્તા ધરાવતા હતા અને એમની સાથે ભાર્ગને ઘણે સંઘર્ષ હતા. મત્સ્યપુરાણમાં હૈયોની પાંચ શાખાઓને ઉલ્લેખ મળે છે. ૮