________________
૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૩૩
શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ “આનર્ત દેશ તરીકે ઓળખાયો. એને પુત્ર કે પૌત્ર એ રેત. ગુજરાતમાં શાર્યાત, આનર્ત અને રેવત જેવાં કુલનામ પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલેક ગયા ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીને નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસને મારીને ત્યાં પિતાની સત્તા સ્થાપી ને રૈવત કમીએ પિતાની પુત્રી શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામને પરણવી. આમ મથુરાના યાદ અહીં આવીને વસ્યા. યાદવો પ્રાચીન કાલના છે ને વેદકાલથી એમના ઉલ્લેખ મળે છે. એમણે આર્યસંસ્કૃતિને દક્ષિણના વિભાગમાં વિકસાવી. યાદ સ્થાનિક પ્રજામાં વિપુલ પ્રમાણમાં ભળ્યા ને તેથી તેઓમાં આતર તત્વ ઘણું ઉમેરાયું. યાદવ અગ્રણીઓમાં શ્રીકૃષ્ણ વાસુદેવનું આધિપત્ય હતું. મદ ને મદિરા જેવાં દૂષણને પરિણામે શ્રીકૃષ્ણના જીવનકાલના અંતભાગમાં જ યાદવસત્તા અહીં સમૂળી લુપ્તા થઈ. આમ યાદો સૌરાષ્ટ્રના ઈતિહાસમાં નામશેષ બન્યા, પણ યાદ દ્વારા આવેલાં જાતિતત્ત્વ અને સંસ્કૃતિ અહીંની વરતીમાં ભળીને કાયમી બન્યાં.
આમ ગુજરાતના ઇતિહાસમાં અતિપ્રાચીન શાયત, ભાર્ગ ને યાદ જેવી આર્યોની રાજવંશી જાતિઓ જોવા મળે છે.
યાદ સાથે આભીરો પણ મથુરાથી આવ્યા. ૧૧ “સુ” અને “ર જાતિઓ તે યાદવો અને આભીરો પૂર્વે આવેલી લાગે છે, તેવી જ રીતે કૌલ પ્રજા, જેમને માર્કડેય પુરાણમાં ઉલ્લેખ મળે છે તે, પણ યાદવો પહેલાંની જણાય છે. ૧૩
પુરાણમાં કેટલીક આર્યેતર જાતિઓના ઉલ્લેખ મળે છે તેમાં નાગ જાતિ સૌથી જૂની માલૂમ પડે છે.૧૪ નાગ જાતિ નર્મદાના પ્રદેશમાં ને એક સમયે ભારતના વધુ વ્યાપક વિરતારમાં પ્રસરેલી હતી. (વિપણુપુરાણમાં ઉલ્લેખેલી) પ્રાતિષ જાતિના લેકેને નાગને જ એક ફિરક માનવામાં આવે છે. હોએ નાગજાતિના લેકોને આક્રમણ કરીને હાંકી કાઢ્યા જણાય છે.
પુલિંદ જાતિને ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે તેવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં આંધ્ર, ભોજકે, રાષ્ટ્રિક અને પુલિંદ ઉપર અશકનું શાસન હતું એવો ઉલ્લેખ અવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણો ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ આ વિભાગના ભલેના પૂર્વજો હશે.૧૫