________________
૧૨ મું |
પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન
[૪૩૧
હાડપિંજરમાં ઘણીબધી જાતિઓનાં હાડપિંજર જોવા મળ્યાં છે, એ પરથી આ સંસ્કૃતિની વસ્તી પચરંગી હતી એ સ્પષ્ટ છે. વળી આજે પંજાબ, સિંધ અને ગુજરાતમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું જાતિતત્ત્વ હડપા, મોહેજો–દડે અને લેથલના આ પ્રાચીન જાતિતવ સાથે ઘણું બધું સામ્ય ધરાવે છે એમ જણાયું છે.
દીર્ઘક્યાલ જાતિ એ આર્યો હોય એવું અનુમાન રાવ અને બીજા ઘણું વિદ્વાનોએ કર્યું છે જ આ આર્યો અદના આર્યોની પહેલાંના આર્યો હોઈ શકે. અન્ય પુરાતત્ત્વવિદેના મતે સિંધુ સંસ્કૃતિમાં જણતી દીર્ઘકપાલ જાતિ એ ભૂમધ્ય–સમુદ્રીય જાતિ છે. મેહેંજો-દડો અને હડપ્પામાં આ ઉપરાંત સ્ટ્રીલેઈડ જાતિ મોટા પ્રમાણમાં ને થોડા પ્રમાણમાં નિપ્રિટો-નિગ્ન તથા મેગેલેઈડ જાતિત જોવા મળે છે, જ્યારે લોથલમાં મળેલાં હાડપિંજરોમાં દીર્ઘકપાલ જાતિ, આર્મેનોઇડ જાતિ અને ઓસ્ટ્રેલિઈડ જાતિતવ જણાયાં છે.
આમ પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વરતી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતે હતો. તામ્રકાંસ્યયુગને લોથલની સિંધુ સંસ્કૃતિને માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિનું સંમિશ્રણ રજૂ કરે છે. આમ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતને પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી) અહીં આવીને વસ્યા છે એમ અનુમાન કરવામાં આવ્યું છે એ જોતાં ગુજરાત એ શરૂથી જ પરદેશીઓએ વસવાટ કરીને વિકસાવેલો પ્રદેશ છે એમ જણાય છે. છેલ્લાં ર૦૦૦ વર્ષથી તો વિવિધ જાતિઓનું ગુજરાતમાં આગમન થતું રહ્યું છે, એના કડીબંધ ઐતિહાસિક પુરાવા મળતા રહ્યા જ છે.
આર્યોના સંભવિત મનાયેલા આગમન સાથે હિંદમાં માનવવંશની મુખ્ય બધી જ જાતિઓ-races નું સંમિશ્રણ અસ્તિત્વમાં આવે છે. ડો. સુનીતિકુમાર ચેટરજીએ આ જાતિ પ્રાચીન સમયમાં જે નામથી ઓળખાતી હશે તે નામે રજૂ કર્યા છે. પાષાણયુગમાં પૂર્વ આફ્રિકાથી આવેલી નિઝિટ જાતિને પાછળથી આવેલી જાતિઓએ યા તે નાશ કર્યો હોવો જોઈએ અથવા તો નિશ્ચિ જાતિ સંપૂર્ણપણે એમનામાં ભળી ગઈ હોવી જોઈએ. આ જાતિનું નામ બચેલું જણાયું નથી. સિંધુસંસ્કૃતિમાં જણાતી આદ્ય-એસ્ટ્રોઈડ જાતિ એ અતિ પ્રાચીન સમયમાં નિષાદ, નાગ, ને ઈસવી સનના આરંભના સમયમાં કેલ,