________________
૩૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. અને આનુશ્રુતિક વૃત્તાંતો પર આધાર રાખવો પડે છે. પ્રાચીન ઐતિહાસિક કાલ દરમ્યાન રાજાઓએ કોતરાવેલા અભિલેખે, આપેલાં દાનશાસને તથા ચલણમાં મૂકેલા સિકકાઓ પરથી તેમજ સાહિત્યિક સામગ્રી પરથી જાતિઓ અંગે આપણે અનુમાન કરી શકીએ છીએ. ગુજરાતને પ્રા-ઐતિહાસિક માનવી
પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમ ને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લામાં છેલ્લાં સંશોધનને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતને આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માન્યું છે તો ત્યાંથી અને ખાસ કરીને પૂર્વ આફ્રિકામાંથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આદિમાનવ આવ્યો હશે (સત્તરથી બાવીસ લાખ વર્ષ પહેલાં). આમ નિ કે નિશ્ચિ જાતિ અહીં આવીને વસનારી સૌથી પહેલી વિદેશી જાતિ જણાય છે
ત્યાર બાદ મળેલાં લાંઘણજનાં લઘુપાષાણયુગનાં માનવ-હાડપિંજરને અભ્યાસ થયો છે. આ માનવનાં શારીરિક લક્ષણોમાં મોટું લાંબું માથું, ઠીક ઠીક ઊંચાઈ સાથે ઊપસેલાં ભવાં, સહેજ બહાર આવતા નીચલે હોઠ અને કદાચ ચીબુ નાક નોંધપાત્ર છે. આ લક્ષણે સિલેનના વેદા ને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવા મળે છે. આમ ગુજરાતની વસ્તીમાં આટલા જના સમયમાં માનવવંશમિશ્રણ થયેલું હતું એમ જણાય છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિ અને જાતિઓ
ઈ. સ. ૧૯૩૫ અને ૧૯૫૩-૫૪ નાં રંગપુરનાં ને ૧૯૫૪-૫૫ નાં લોથલનાં ખોદકામે પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતા ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છમાર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હતા. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનાં લોથલનાં ખોદકામોમાં માનવ-હાડપિંજર મળ્યાં છે તેઓમાં વધુ પ્રમાણમાં દીર્ધ-કપાલ જાતિનાં, ઠીક ઠીક પ્રમાણમાં આર્મેઈડ જાતિનાં ને છેડા પ્રમાણમાં ઓસ્ટ્રેલિઈડ જાતિનાં જાતિતત્ત્વ જોવા મળે છે. આમ આ