________________
[x.
૨૦]
ઇતિહાસની પૂર્વભૂમિકા પાસેના ડુંગરોમાંથી નીકળતી ઉબેણ અને ઓઝત નદી પશ્ચિમ તરફ વહી વંથળી પાસે સંગમ પામી નવીબંદર પાસે ભાદર નદીને મળે છે. ઓઝત નદી લગભગ ૯૦ કિ. મી. (૫૬ માઈલ) લાંબી છે. ઉત્તર ધારમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી નદીઓમાં આજી નદી રાજકેટ પાસે થઈ અને ઊંડ નદી ધ્રોળની પશ્ચિમે થઈ કચ્છના અખાતને મળે છે. આલેચની ડુંગરમાળામાંથી નીકળી જામનગર પાસે થઈ વહેતી નાગમતી અને રંગમતી નદીઓ, અલિયાબાડા પાસે થઈને વહેતી રૂપારેલ નદી, મેપ પાસેથી નીકળતી સસોઈ, ફુલઝર નદી, ખંભાળિયા પાસે થઈ વહેતી સિંહણ અને ઘી નદી વગેરે પણ કચ્છના અખાતને મળે છે. મચ્છુ નદી વાંકાનેર અને મોરબી પાસે થઈ કચ્છના નાના રણમાં વિલીન થાય છે. મચ્છુ લગભગ ૧૧૨ કિ. મી. (સિત્તેરેક માઈલ) લાંબી છે. નાના રણની પૂર્વે આવેલા ખારાપાટમાં ઘણું મીઠું પકવવામાં આવે છે. નળકાંઠામાં ડાંગરને પાક સારે થાય છે. નળ સરોવર લગભગ ૩૨ કિ. મી. (૨૦ માઈલ) લાંબું અને ૬.૫ કિ. મી. (ચાર માઈલ) પહોળું છે. એની સરેરાશ ઊંડાઈ ૧.૨૨ થી ૧.૮૩ મીટર (ચારથી છ ફૂટ) છે. એનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પણ તળની જમીનના ખારને લઈને તરત જ ખારાશ પડતું થઈ જાય છે. એની દક્ષિણે અને પશ્ચિમ બાજુએ બરુ અને ઊંચું ઘાસ ઊગે છે. એમાં બીડ જાતને કંદ થાય છે. એમાં થેગ જાતનું બીજુ કંદમૂળ પણ થાય છે. સરોવરમાં ઘણું નાના નાના ટાપુ આવેલા છે, જેમાં પાનવડ સહુથી મોટો છે. અહીં માછલાં ઘણાં થતાં હોઈ આહાર માટે, વેચાણ માટે તેમજ નિકાસ માટે પકડવામાં આવે છે. શિયાળામાં અહીં દેશવિદેશનાં જાતજાતનાં પંખી આવે છે.૨૨ ભાલની કાળી જમીનમાં ઘઉં ઉપરાંત ચણાને પાક પુષ્કળ થાય છે. વઢવાણ પાસે થઈ વહેતો ભેગા તથા લીમડી પાસે થઈ વહેતે ભોગાવો પૂર્વમાં વહી, ભાલમાં થઈ સાબરમતીને મળે છે. સૌરાષ્ટ્રમાં બીજી અનેક નાની નદીઓ આવેલી છે, પરંતુ ચોમાસા સિવાય એમાં ભાગ્યેજ પાણી રહે છે.
ગોહિલવાડને મુખ્ય પાક મગફળી છે. વળી જુવાર, કપાસ, ડાંગર, બાજરી અને શેરડીને પાક થાય છે. ટેકરીઓ વચ્ચે આવેલા શિહેરમાં ધાતુકામ અને ચિનાઈ માટીના ઉદ્યોગ ખીલ્યા છે.
લીંબડી આસપાસ પાસ અને તમાકુ પાકે છે. ધ્રાંગધ્રામાં કૂવાના પાણીમાંથી મીઠું બનાવવામાં આવે છે. થાનની આસપાસના પ્રદેશમાં ચિનાઈ ભાટી પુષ્કળ મળી આવે છે તેમજ ત્યાં ઘાસચારે ઘણે થાય છે.