________________
ભોગેલિક લક્ષણે
( ૨૧ - થાન, મોરબી અને જામનગરમાં ચિનાઈ માટીનાં વાસણ બનાવવાને ઉદ્યોગ વિક છે. મગફળીના પુષ્કળ પાકને લીધે સૌરાષ્ટ્રમાં તેલ કાઢવાને ઉદ્યોગ ખીલ્યો છે.
રાજુલા બાંધકામના પથ્થરની ખનિજસંપત્તિ માટે જાણીતું છે.
રાજકોટની આસપાસનાં મેદાનમાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ, મગફળી અને શેરડી સારાં થાય છે. રાજકોટમાં અનેક પ્રકારના ઉદ્યોગ ખીલ્યા છે.
જામનગરમાં પણ અનેક પ્રકારના ઉદ્યોગ વિકસ્યા છે, એમાં હાથવણાટ અને જરીકામને હુન્નર જાણુત છે.
અમરેલી જિલ્લામાં તેલની ઘાણી અને કપાસનાં જિન મુખ્ય છે. કોડીનાર તાલુકામાં શેરડીનો સારે પાક થાય છે તેથી અહીં ગેળ અને ખાંડનો ઉદ્યોગ ખીલ્યો છે. સમુદ્રકાંઠે મીઠું પકવવાનો અને માછલાં પકડવાને ઉદ્યોગ ચાલે છે.
જૂનાગઢ જિલ્લાના સપાટ પ્રદેશના લોકોનો મુખ્ય ધંધે ખેતી છે. ખેતીના મુખ્ય પાક મગફળી અને કપાસ છે. એ ઉપરાંત જુવાર, બાજરી, ઘઉં, ડાંગર, મગ, અડદ, કેરી, શેરડી વગેરે પાક થાય છે. અનેક સ્થળોએ મકાન બાંધવા માટેના સફેદ પથ્થરની ખાણ આવેલી છે. માળિયામાં ચૂનાના પથ્થરની ખાણે છે. જૂનાગઢમાં સફેદ પથ્થરોની ખાણ પણ છે. પોરબંદર નજીક બરડા ડુંગરને દક્ષિણ છેડે આદિત્યાણ ગામ પાસેની ખાણે એના ઈમારતી સફેદ પથ્થરો માટે જાણીતી છે.
કચ્છમાં ડુંગરાઓની ધારે પૂર્વ પશ્ચિમ આવી હોવાથી ત્યાં જમીનનો ઢાળ ઉત્તરદક્ષિણ તરફનો છે. કચ્છની કેટલીક નદીઓ ઉત્તર તરફ વહે છે ને કચ્છને મોટા રણમાં લુપ્ત થઈ જાય છે, તો કેટલીક નદીઓ દક્ષિણ તરફ વહે છે ને અરબી સમુદ્રને કે કચ્છના અખાતને મળે છે. આ નદીની લંબાઈ ઘણી ઓછી છે ને વરસાદનું પ્રમાણ પણ ઘણું ઓછું છે, આથી કચ્છમાં બારે માસ વહેતી હોય તેવી ખાસ કોઈ નદી નથી. નાનાં નદીનાળાં ચોમાસા પૂરતાં પાણીથી છલકાય છે. ઉનાળામાં તે એમાંની કેઈકમાં જ કયાંક ધરા બની જતાં થોડું પાણી મળી રહે. વરસાદનું વહી જતું પાણી રોકી રાખવા માટે હવે લગભગ બધાં નદીનાળાં ઉપર આડબંધો બાંધવામાં આવ્યા છે.
- ઉત્તરવાહિની નદીઓમાં ખારી નદી અને દક્ષિણવાહિની નદીઓમાં રૂફમાવતી નદી મુખ્ય છે. ખારી દક્ષિણ ધારના ચાડવા ડુંગરમાંથી નીકળી ભૂજ