________________
']
ભોગાલિક લક્ષણા
[a
અહીંના દૂબળા, ધાડિયા, નાયકા વગેરે આદિવાસીએ ખેતીવાડીના કામમાં એમને ધણી મદદ કરે છે. સુરત કાપડના વણાટકામ અને જરીકામ માટે ધણા સમયથી જાણીતુ છે. ઊધનામાં અનેક પ્રકારના ઉદ્યોગ ખીણ્યા છે. નવસારીમાં કાપડની મિલે। અને અનેક પ્રકારનાં કારખાનાં છે. વલસાડ પાસે રંગ અને રસાયણા બનાવવાનું કારખાનુ છે. બિલિમેારા લાકડાના વેપારનું જાણીતું મથક છે. દક્ષિણ ગુજરાતમાં પારસીએની વસ્તી નાંધપાત્ર છે.
સૌરાષ્ટ્રમાં અંદરનાં સપાટ મેદાનેા એકંદરે ખેતીને લાયક છે. દક્ષિણપશ્ચિમ અને દક્ષિણના ભાગ ધણા ફળદ્રુપ છે, બાકીના ધણા પ્રદેશમાં વાડ વિનાનાં ખેતર અને ઝાડપાન વિનાનાં વેરાન મેદાનેા નજરે પડે છે. ઘણે ઠેકાણે, ખાસ કરીને ઉત્તરપૂર્વ સીમા પાસે, ખારાપાટ જામે છે. ભાલના ઘણા ભાગ ચામાસામાં જળબંબાકાર થઈ જાય છે. શિયાળામાં ત્યાં ઘઉંને મબલખ પાક થાય છે. ઉનાળામાં ત્યાં સખત તાપ અને ગરમ પવનને લઈ ને રણ જેવા તપાટ લાગે છે. વરસાદ ણા એ પડે છે તે ઝાડપાન તથા લીલેાતરીનું પ્રમાણ પણ ધણુ આછુ છે. આ પ્રદેશના મુખ્ય પાક ઘઉંં છે. ભાલના ઘઉં પ્રખ્યાત છે. અહીં ઘઉ ઉપરાંત કપાસ અને ચણાનું પણ વાવેતર થાય છે. અમુક ભાગમાં ડાંગર પણ પાકે છે. ધોળકાની આજુબાજુ જામકુળ અને દાડમની વાડીએ છે. ધોળકાની સૂઝ્ડ ખૂબ વખણાય છે.
સૌરાષ્ટ્રમાં નદીએ ધણી, પણ નાની નાની છે. મેાટામાં મેટી નદી ભાદર છે. એ જસદણ (જિ. રાજકાટ)ની ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળી, જેતપુર અને કુતિયાણા (જિ. જૂનાગઢ) થઈ નવીબંદર (તા. પારખંદર) પાસે અરખી સમુદ્રને મળે છે. એ નદીની કુલ લંબાઈ ૧૯૨ કિ. મી. (૧૨૦ માઇલ) જેટલી છે. એ ડુંગરમાંથી એક બીજી નદી નીકળીને પૂર્વ બાજુ વહે છે તે રાણપુર (તા. ધંધુકા) થઈ ને ખંભાતના અખાતને મળે છે; એને સુકભાદર કહે છે. એ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંખી છે. પહેલાં એ ધંધુકા પાસે થઈ વહેતી તે એનું મુખ ધોલેરાની ખાડીરૂપે હતું; હાલ એ એની ઉત્તરે. આવેલ સાબરમતીના મુખમાં મળે છે તે ધેાલેરાની ખાડી પુરાઈ ગઈ છે. શેત્રુજી નદી ગીરના ચાંચાઈ ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થતી પૂર્વ તરફ વહી તળાજા પાસે ખંભાતના અખાતને મળે છે; એ લગભગ ૧૬૦ કિ. મી. (૧૦૦ માઈલ) લાંખી છે. ગીરમાંથી નીકળી દક્ષિણપશ્ચિમે વહી અરખી સમુદ્રને મળતી અનેક નાની નદીએ છે તેએમાં પ્રભાસપાટણ પાસે સમુદ્રસંગમ પામતી હીરણ (હિરણ્યા) અને સરસ્વતી નોંધપાત્ર છે. ભેંસાણ (જિ. જૂનાગઢ)