________________
૧૬ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[ x;
નવસારી અને જલાલપુર આવેલાં છે. અંબિકા નદી ડાંગના જંગલમાંથી નીકળે છે; એ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંખી છે. એના મુખથી ૧૯ કિ. મી. (૧૨ માઈલ) અંદર ગણુદેવી આવેલું છે ત્યાંસુધી એમાં ભરતીની અસર પહેાંચે છે. વાંસદાના ડુંગરમાંથી નીકળતી કાવેરી અને ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બિલિમારા પાસે અંબિકામાં મળે છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળીને ઔરંગા નદી ઉત્તરપશ્ચિમે વલસાડ તરફ વહે છે; ત્યાં ૬.૫ કિ. મી. (૪ માઈલ) અંદરના ભાગમાં વલસાડ આવેલુ છે. ધરમપુરની ઉત્તરેથી વહેતી વાંકી નદી તીથલ પાસે સમુદ્રને મળે છે. તીથલ હવા ખાવાનું સ્થળ છે. ધરાસણામાં મીઠું પકવવામાં આવે છે.
ઔર'ગાની દક્ષિણે પાર નદી આવેલી છે. ઉનાળામાં એને પ્રવાહ સાંકડા હાય છે, જ્યારે ચામાસામાં એમાં ભારે પૂર આવે છે. પારડી એના કાંઠા પાસે આવેલું છે. પારની દક્ષિણે કાલક નદી વહે છે. દમણુગંગા એ ગુજરાતની સહુથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે. તાપીની દક્ષિણે આવેલી આ બધી મોટી નદીઓ સહ્યાદ્રિમાંથી નીકળે છે તે ૧૧૨ થી ૧૨૮ કિ. મી. (૭૦ થી ૮૦ માઈલ)ની લબાઈ ધરાવે છે. બીજી અનેક નાની નદીઓ પણ વહે છે.
તળગુજરાતમાં આ સપાટ પ્રદેશ ઘણા ફળ પ છે. ઉત્તરમાં જમીનને ઢાળ ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમ તરફના છે. મધ્ય ભાગમાં વીરમગામ, અમદાવાદ, ચરાતર, વડાદરા અને ભરૂચના પ્રદેશ આવેલા છે. વીરમગામ આસપાસને રૂપેણુ નદીના પ્રદેશ રેતાળ અને કાળી જમીનવાળે છે. ભાલ પાસેના અમદાવાદને પ્રદેશ શેરડી માટે ઘણા અનુકૂળ છે. એના દક્ષિણપશ્ચિમ ભાગમાં ડાંગર અને ઘઉં પાકે છે. ચરેાતરના પ્રદેશ વિવિધ પાક માટે ઘણી ફળદ્રુપતા ધરાવે છે. ડભાઈ અને સંખેડા વચ્ચે રેતાળ મેળવણી ઘણી છે. નર્મદા–વિસ્તારમાં સમુદ્રકાંઠા પાસેના પ્રદેશ અને પૂર્વા ડુંગરાળ પ્રદેશ આગળ ફેલાતાં સપાટ મેદાનના પ્રદેશ સાંકડા બને છે, પરંતુ સાતપૂડા અને સહ્યાદ્રિની વચ્ચે એ પ્રદેશ પાછે વિસ્તૃત બને છે. અહીની કાળી જમીન કપાસ માટે ધણી માફક આવે છે. તાપીની દક્ષિણે આ પ્રદેશ સાંકડા થતા જાય છે તે દમણગંગા પાસે તે એ ધણા સાંકડા થઈ જાય છે. નાની સાંકડી નદીઓમાં આવતા પૂરને લઈને એ ધણા ધાવાઈ જતા હાય છે, છતાં નવસારી, વલસાડ અને પારડીની કાળી જમીન સારી ફળદ્રુપતા ધરાવે છે.
ઉત્તર ગુજરાતના, રણુ તરફના પશ્ચિમ ભાગમાં આમેહવા ધણી વિષમ છે. આડાવલીની ગિરિમાળા તરફના ભાગમાં ગરમી અને ઠંડી ક ંઈક ઓછી પડે છે,