________________
૧લું] ભૌગોલિક લક્ષણે
[૧૭ બનાસકાંઠામાં વરસાદ ઓછો પડે છે તેથી ત્યાં ખેતી ઓછી થાય છે, જ્યારે ઘાસ મોટા પ્રમાણમાં થાય છે. મુખ્ય પાક બાજરી છે; ઉપરાંત બનાસકાંઠામાં ઘઉં અને સાબરકાંઠામાં મગફળી, કપાસ અને મકાઈ થાય છે.
કાંકરેજ અને વઢિયાર પ્રદેશ ઘાસના ભંડાર સમા હેઈ, ત્યાં ઢેરઉછેરને ધંધો મોટા પાયા પર ચાલે છે. કાંકરેજી ગાય અને વઢિયારી ભેંસ પ્રખ્યાત છે.
મહેસાણું જિલ્લામાં જીરુ, વરિયાળી, એરંડા અને ઈસબગોળને પાક પુષ્કળ થાય છે. અનાજમાં ખાસ કરીને બાજરી અને કઠોળ થાય છે. પાતાળકૂવા અને નહેરોની સગવડ વધતાં ઉત્તર ગુજરાતની ખેતી સમૃદ્ધ થતી જાય છે. પાટણમાં રેશમી ભાતીગર તાણાવાણથી પટોળાં બનાવવાને કસબ સૈકાઓથી ખીલેલે છે. બહુચરાજીની આસપાસના આવેલા ચુંવાળ પ્રદેશમાં બાજરી, ચેખા અને ચણું સારા પ્રમાણમાં થાય છે.
સાબરકાંઠામાં મગફળીનો પાક ઘણો થાય છે. પ્રાંતીજની આસપાસની જમીનમાં ઊસ મળી આવે છે તેમાંથી સાબુ બને છે. લાકરોડા પાસે સાબરમતીના ભાઠામાં સકરટેટી પુષ્કળ થાય છે. ઈડરમાં ખરાદી કામનો ઉદ્યોગ સારે ચાલે છે.
પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગ વિસ્તારમાં ભીલ વગેરે આદિવાસીઓની વસ્તી વધારે છે. મહી નદી પર સંતરામપુર પાસે કડાણુને અને વાડાસિનેર પાસે વણાકબેરીને બંધ બાંધવામાં આવ્યા છે. કલેલ અને શેરથા પાસે ખનિજ તેલક્ષેત્ર છે.
અમદાવાદ એક મેટું ઔદ્યોગિક શહેર છે. એની આબાદી મુખ્યત્વે કાપડઉદ્યોગને લઈને છે. વેપારમાં પણ કાપડનો વેપાર મુખ્ય સ્થાન ધરાવે છે.
પંચમહાલમાં મકાઈ અને મગફળીની ખાસ પેદાશ છે; એ ઉપરાંત બાજરી, કપાસ, કઠોળ વગેરે પણ થાય છે. ગોધરા નજીક ટુવામાં ઊના પાણીના કુંડ છે.
કપડવંજની ઈશાનને પ્રદેશ “માળ” નામે ઓળખાય છે. ત્યાંની જમીન કાળી છે તેમાં કપાસને પાક થાય છે. રેતાળ જમીનમાં મગફળી અને ક્યારી જમીનમાં ડાંગર થાય છે. કપડવંજમાં કાચ અને સાબુને ઉદ્યોગ સારો ચાલે છે. એની નજીકમાં આવેલા સિંદ્રામાં ઊના પાણીના કુંડ છે.