________________
ભૌગોલિક લક્ષણો - લાંબી છે. મધ્ય પ્રદેશ અને માળવામાંથી આવી એ હાફેશ્વર પાસે ગુજરાતમાં પ્રવેશે છે. સુરપાણેશ્વર (તા. નાંદેદ) પાસે મેખડીઘાટ નામે ઓળખાતો સુરપાણને ધોધ આવેલ છે ત્યાંથી ઉત્તર પશ્ચિમે આવેલા નવાગામ આગળ મોટે બંધ બાંધવાની યેજના છે. રાજપીપળાના ડુંગરમાંથી નીકળી રાજપીપળા-નાંદોદ પાસે થઈ વહેતી કરજણ નદી રૂંઢ ગામ પાસે નર્મદાને મળે છે. આગળ જતાં કાવેરી નદી શુકલતીર્થની સામે ઝગડિયા પાસે નર્મદાને મળે છે. એ પછી અમરાવતી નદી અંકલેશ્વર તાલુકાની પૂર્વ સીમા પાસેથી વહી માંડવા પાસે (ભરૂચથી પૂર્વે ૯ કિ. મી. ૬ માઈલ પર) નર્મદાને મળે છે. કબીરવડ બેટને ફરતી વહી નર્મદા શુકલતીર્થ તથા ભરૂચ પાસે થઈ પસાર થાય છે. નર્મદા નદી ભરૂચથી વીસેક કિ. મી. (બારેક માઈલ) આગળ જઈ ખંભાતના અખાતને મળે છે. નર્મદામાં બારે માસ ઘણું પાણી રહે છે ને એ ઊંડી અને પહેળી હોવાથી એમાં દૂર સુધી પનાઈઓમાં સફર કરી શકાય છે. એમાં એના મુખથી ભરૂચ સુધી મેટાં વહાણ અને ઝગડિયા સુધી નાનાં વહાણ ફરી શકે છે.
નર્મદા અને તાપીની વચ્ચે કીમ નદી આવેલી છે. એ રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે; એ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબી છે અને દક્ષિણે ખંભાતના અખાતને મળે છે. | તાપી નર્મદા પછીની બીજી મોટી નદી છે; એ એકંદરે ૭૫૨ કિ. મી. (૪૭૦ માઈલ) જેટલી લાંબી છે. એ મધ્ય પ્રદેશના માલ પ્રદેશમાંથી નીકળી ખાનદેશ થઈ ગુજરાતમાં પ્રવેશે છે ને લગભગ ૨૨૪ કિ. મી. (૧૪૦ માઈલ) સુધી ગુજરાતમાં વહે છે. માંડવી, કામરેજ, વરિયાવ, સુરત અને રાંદેર પાસે થઈ એ ડુમસ આગળ અરબી સમુદ્રને મળે છે. ત્યાં ખંભાતનો અખાત પૂરે થાય છે. રાજપીપળાના ડુંગરમાંથી નીકળી માંડવી તાલુકામાં થઈ વહેતી વરેલી નદી પિપરિયા પાસે તાપી નદીને મળે છે. તાપીના મુખમાં કેટલાક નાના નાના બેટ છે, જેના પર અવારનવાર પૂરના પાણી ફરી વળે છે. મુખથી અંદરના ભાગમાં ૪૦ કિ. મી. (૨૫ માઈલ) સુધી આ નદીમાં હેડીઓ ફરી શકે છે. ભરતીના દિવસોમાં નાનાં વહાણ પણ કરે છે. તાપી નદીમાં ચોમાસામાં ઘણી વાર ભારે પૂર આવે છે. તાપીની દક્ષિણે પાંચ નોંધપાત્ર નદીઓ છે: મીંઢળ સોનગઢ પાસેના ડુંગરમાંથી નીકળે છે; એ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંબી છે ને બારડોલી અને પલસાણું પાસે થઈને વહે છે. પીંપળનેરના ડુંગરમાંથી નીકળતી પૂર્ણ ૮૦ કિ. મી. (૫વ માઈલ) લાંબી છે; એના કાંઠા પર મહુવા,