________________
પ્રાચીન ભોગેલિક ઉલેખે
[ ૨૫ છે ત્યાં દ્વારવતી-રૈવતક નથી. યુઅન સ્વાંગ પોતાના પ્રવાસગ્રંથમાં માત્ર ઉજિજન્ત’ને ઉલ્લેખ કરે છે. ૨૯૦ સેલંકીકાલમાં ગિરનાર ઉપરના લેખોમાં પણ પર્વતસંજ્ઞા “ઉજજયંતી જોવા મળે છે એ ખરું કે ૪ થી–૫ મી સદી પછીના જૈન ગ્રંથમાં ઊર્જયત–ઉજજયંત અને રૈવતકનું સાહચર્ય મળે છે; પછીના સાહિત્યમાં રૈવતકને ઉજજયંત'નું એક વન કહ્યું છે. જેનેતર ગ્રંથોમાં પણ ૭ મી-૮ મી સદી સુધીમાં કહી શકાય તેવા, સ્કંદપુરાણના પ્રભાસખંડમાંના વસ્ત્રાપથક્ષેત્ર-મહામ્યમાં એવું સાહચર્ય જોવા મળે છે ૨૯૧ સુરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ છે; ત્યાં ઉયંત ગિરિ અને રૈવતક ગિરિ આવેલા છે; એ બેઉની વચ્ચે મોટી ઝાડી (નાઝિ) આવેલી છે.” “સોમનાથ(? ભવનાથ)ના સાંનિધ્યમાં ઉદયંત ગિરિ અને પશ્ચિમ ભાગમાં રૈવતક.૨૯૨ “ભવનાથના પશ્ચિમ ભાગમાં રૈવતક ગિરિ છે.૨૯૩ સ્કંદપુરાણમાં વસ્ત્રાપથ ક્ષેત્રમાં ભવનાથ) છે, વિતકમાં દામોદર છે, અને ગિરિની ટોચ ઉપર અંબાદેવી છે.”૨૯૪ સ્કંદપુરાણને આશય સ્પષ્ટ છે કે અંદરના ભાગને જૈન દેરાસર, અંબાજીની ટૂક, ગુરુ ગોરખનાથની ટૂક, ગુરુ દત્તાત્રેયની ટૂક, કાલકની દ્રક-એ ગિરિ તે “ઉજજયંત–ઉદયંત” અને દામોદર કુંડ–દામોદર મંદિર ઉપરને દક્ષિણ પૂર્વપશ્ચિમ પથરાયેલે આજને ભેંસલો (વાઘેશ્વરીના મંદિરવાળા) ડુંગર તે રૈવતક, વસ્ત્રાપથ ક્ષેત્ર અને રૈવતક ક્ષેત્ર સ્કંદપુરાણના પ્રભાસખંડને એકાત્મક છે. ૨૯૫ સ્કંદગુપ્તના સમયને જૂનાગઢ શૈલલેખ પલાશિની, સિકતા અને વિલાસિની એ ત્રણે નદીઓ રૈવતકમાંથી નીકળેલી કહે છે અને એને જ “ઊર્જયત’ કહે છે.૨૯૬ બૃહત્સંહિતામાં વરાહમિહિર નૈઋત્ય દિશામાં જ્યાં સમુદ્ર છે ત્યાં સિંધુ અને સૌરાષ્ટ્રની જોડે જોડે રૈવતક પ્રદેશને ગણાવે છે, ૨૯૭ એનાથી કશી સ્પષ્ટતા થતી નથી. ૯ મી સદીને રાજશેખર તો કાવ્યમીમાંસામાં પશ્ચિમના પર્વમાં ગિરિનગરને ગણાવે છે. ૨૯૮ વરાહમિહિરે કે રાજશેખરે “ઊર્જાત-ઉજજયંત એવી સંજ્ઞા વિશે મૌન રાખ્યું છે. શિશુપાલવધમાં૨૯૯ માધ રેવતનું વર્ણન આપે છે, પણ એ તે સમુદ્રમધ્યે આવેલી દ્વારકાની નજીકમાં આવેલા વિતકનું છે, એ ઉજજયંતનું નથી. તેરમી સદીમાં ભટ્ટ સોમેશ્વર રૈવતકનું બીજુ નામ જિયંત હોવાનું કહે છે. ૩૦૦ તો એ સમયના જૈન ગ્રંથે રેવંતગિરિરાસુ (ઈ. સ. ૧૧૩૧) ગિરનાર તરીકે જ માત્ર નિર્દેશ કરે છે,૩૦૦ જ્યારે પ્રભાવકચરિત (ઈ. સ. ૧૨૭૮) અને પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)માં જિયંત-રૈવતકની તે સ્પષ્ટ રીતે અનન્યતા જોવા મળે છે. પ્રભાવચરિતે ગિરનારશિર ઉપર એવો પ્રયોગ કર્યો છે ૩૦૧ તે પ્રબંધચિંતામણિએ સનલ(રાણકદેવી)ના દુહામાં “ગિરનાર' એવો શબ્દપ્રયોગ ને છે-બે વાર ૩૦૧ બહુ જ સ્પષ્ટ રીતે વિવિવિધતીર્થકલ્પમાં તે નેમિનાથજીએ પવિત્ર કરેલા અને