________________
[.
૨૪૬]
ઇતિહાસની પૂર્વભૂમિકા વિતક ઉયંત વગેરે સંજ્ઞાથી જાણીતા ગિરીશ્વર “ગિરનારને નમન કરવામાં આવ્યું છે. ૩૦૨ વિવિધતીર્થકલ્પમાં બીજા પણ સંખ્યાબંધ ઉલ્લેખ છે અને અન્ય પ્રબંધગ્રંથમાં ત્રણે નામની એકાર્થતા અનુભવાય છે.
વિતક : પુરાણોએ ગુજરાતના ભૂભાગમાં ગણાવેલે એક ચોકકસ ગિરિ તે રેવેતક છે. પાણિનિના ગણપાઠમાં રવતિક તેમજ વિત’ શબ્દો જોવા મળે છે ૨૯૨અ પણ ત્યાં કશી સ્પષ્ટતા નથી. મહાભારતના આદિપર્વમાં અર્જુનને ટૂંક વનવાસ પૂરો થયો છે ત્યાં પ્રથમ પ્રભાસમાં આવ્યા પછી કૃષ્ણ અને અર્જુન બંને રૈવતક ગિરિ ઉપર વાસ કરવા જાય છે, એ પછી સુભદ્રાના હરણ વખતે
સુભ લેં રેવતાનું અને બધી દેવતાઓનું અર્ચન કરી, બ્રાહ્મણે પાસે રવરિતવાચન કરાવી, ગિરિની પ્રદિક્ષણા કરી દ્વારકા તરફ જવા લાગી ત્યાં તે અર્જુન એનું હરણ કરી ઝડપી રથથી પિતાના નગર તરફ ચાલ્યો ગયો. એનું હરણ થતું જોઈ સૈનિકે-ચયિાતો બૂમબરાડા પાડતા સૌ સેગમથી દ્વારકામાં દોડી ગયા”.૩૦૩ અહીં રેવતક અને દ્વારકાનું સાંનિધ્ય સ્પષ્ટ છે. સભાપર્વમાં ઠારવતી વસાવ્યાના ઉલ્લેખમાં કૃષ્ણાદિ યાદવ પશ્ચિમ દિશામાં રેવતથી શોભી ઊઠેલી રમ્ય કુશસ્થલીમાં ગયા અને ત્યાં ફરી વસાહત કરી અને
જરાસંધના ભયથી મથુરાનો ત્યાગ કરીને દ્વારાવતીપુરીમાં ગયા',૩૦૪ જ્યારે ભોજરાજ રેવત ગિરિ ઉપર વિહાર કરવા ગયેલા ત્યારે ફેઈના પુત્ર શિશુપાલે આવી તેઓને દ્વારકામાંથી હરી ગયાનું કૃષ્ણના મુખમાં સૂચવાયું છે;૩૦૫ આ ઉલ્લેખો એ સાહચર્યને બેલ આપે છે.
રૈવતક વિશેની કેટલીક સૂચક વિશેષ માહિતી હરિવંશ પૂરી પાડે છે: સિંધુરાજની સત્તાનો “અનૂપ” (પાણીથી સમૃદ્ધ) પ્રદેશ હતો ત્યાં જઈ એ રમણીય પ્રદેશમાં, દેવ સ્વર્ગમાં આનંદ પામે તે પ્રમાણે, (યાદવો) આનંદ પામ્યા.એ પ્રદેશમાં બહુ દૂર નહિ એ રૈવતક પર્વત હતા, ત્યાં કોણ લાંબા સમય એકલવ્યના વાસમાં રહ્યા હતા. ત્યાં એ સિંધુરાજની વિહારભૂમિ હતી ત્યાં જ નગરી વસાવવાને કૃષ્ણ વિચાર કર્યો.૩૦ વસાવેલી એ દ્વારકા “વારિદુર્ગા (ફરતે પાણીરૂપી કુદરતી કિલ્લો હતો તેવી) હતી.૩૦૭ એ દ્વારકાની પૂર્વ દિશામાં રૈવતક શૈલ, દક્ષિણ દિશામાં પંચવર્ણ, પશ્ચિમ દિશામાં અક્ષય અને ઉત્તર દિશામાં વેણુમાન એમ ચાર દિશાએ ચાર ગિરિ હતા, અને રૈવતક તરફ પાંચજન્ય' નામનું વન હતું.૩૦૮ આ પૂર્વે વળી હરિવંશમાં મહાસાગરની પરીખવાળી અને પાંચ પર્વતેથી શોભતી દ્વારકા કહી છે,૩૦૯ પરંતુ ત્યાં પાંચ