SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૮િ૪] ઈતિહાસના પૂર્વભૂમિકા ' '[પ્ર. ક્ષેત્રનું માહાન્ય આપવામાં આવ્યું છે, જેમાં “અચલેશ્વર લિંગ” હોવાનું કહ્યું છે.’ હ૫ દેશે વિશે કહેતાં બહત્સંહિતા “આનર્ત, અબુદ, પુષ્કર એવો ક્રમ બતાવે છે. રાજશેખર કાવ્યમીમાંસામાં દેશ અને પર્વત એમ બેઉ રીતે નિર્દેશ કરે છે,૨૭૭ અને એને પશ્ચિમના પર્વતમાં ગણાવે છે. ગુજરાતના ઇતિહાસમાં એની, એ ગુજરાતની ઉત્તર સીમા આપતે હેઈ એટલા પૂરતી, જરૂર રહે છે. ઉર્યાત-ગિરનાર ઉપર આપેલા વાયુપુરાણ વગેરેના ઉલ્લેખોમાં ચાર પર્વતમાં “પુષ્પગિરિ છે, પરંતુ એનો સ્થળ નિશ્ચય થઈ શકતો નથી.૨૭૮ બાકી બે રહ્યા તેઓમાં ‘ઉજજયંત” એ સ્પષ્ટ રીતે “ગિરનાર છે. ધ્યાનમાં લેવા જેવું છે કે એક હર્બયન્તી શબ્દ સદના બીજા મંડળમાં વપરાયેલું છે. ૨૭ કીથ અને ઍફડેનલને આ ઋચા દુર્બોધ લાગી છે, પરંતુ સુવિગનું માનવું છે કે ગઢ કે કિલાને માટે આ શબ્દ પ્રયોજાયો છે. ૨૮૦ આ કિલ્લામાં આશ્રય કરી રહેલા નામુર નામના દાનવને ઈદ્ર વિનાશ કર્યાનું એમાં સૂચન છે, અર્થાત આ કિલ્લે દાન-આયેતર લેક વસતા હતા તેવા પ્રદેશમાં હત સૌરાષ્ટ્રને પ્રદેશ પ્રાચીન કાલમાં આર્યોતર પ્રજાની વસાહત હતા અને તેથી ત્યાં જઈ આવેલા આર્યોને પ્રાયશ્ચિત્ત લેવું પડતું હતું ૨૮'સંભવ છે કે સૌરાષ્ટ્રમાં આવેલા કર્નયત (કે એના પ્રાકતીકરણ પામેલા ઉ ત્ત) પર્વતના સંબંધના કિલ્લાને ઋદની એ ઋચામાં ઉલ્લેખ હેય. પાણિનિન ગણપાઠમાં એ નથી, પરંતુ મહાભારતમાં તે એને સૌરાષ્ટ્રનાં તીર્થ ગણાવતાં નિર્દેશ થયેલ છે: એનું માહાઓ ગાયું છે કે સુરાષ્ટ્ર દેશમાં મૃગ અને પક્ષીઓએ સેવેલા પુણ્ય ઉજયંત ગિરિમાં જેણે તપ કર્યું છે તે સ્વર્ગમાં યશ પ્રાપ્ત કરે છે.૨૮૨ મુખ્યત્વે જ્ઞાતાધર્મકથા-નામક જૈન આગમિક ગ્રંથમાં બાવીસમા તીર્થંકર નેમિનાથના કેવલજ્ઞાન અને નિર્વાણથી ઉજજયંતના શિખરને પવિત્ર થયેલું કહેવામાં આવ્યું છે,૨૮૩ એવી રીતે કે નેમિનાથે દીક્ષા રૈવતક ગિરિ ઉપર લીધી અને એ ઉજિત ઉપર નિર્વાણ પામ્યા.૨૮૪ પૌરાણિક નિર્દેશમાં જુદાં પાઠાંતરેએ આ જ પર્વત કહ્યો છે.૨૮૫ મહાભારતના આરણ્યકપર્વમાં એક “ગિરિમુંજ' ઉલિખિત થયું છે અને એને પંચનદી તીર્થ પછી ગણાવ્યો છે૨૮૬ એનાથી સ્થાનનિશ્ચય થઈ શકતો નથી. ઐતિહાસિક સ્પષ્ટ ઉલ્લેખોમાં પ્રામાણિક ઉલ્લેખ કર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ ના જૂનાગઢ શિલાલેખને છે. ૨૮૭યંત ગિરિમાંથી નીકળતી સુવર્ણસિકતા, પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે બંધ બાંધીને “સુદર્શન” નામે જતાશય કરવામાં આવ્યું.૮૮ અંતકૃદશા-જ્ઞાતાધર્મકથા વગેરેમાં દ્વારવતી-રૈવતકનું સાહચર્ય જેવા મળે છે૨૮૯ પરંતુ એવાં સ્થળોમાં ઉજજયંતને નિર્દેશ નથી; જ્યાં ઉજજયંત
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy