________________
[ ર૭૭.
૧૦ મું]. પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ
સારસ્વત : “સારસ્વત’ પ્રદેશને ઉલ્લેખ મહાભારતમાં નથી, પરંતુ મલ્ય, બ્રહ્માંડ, વામન, માર્કંડેય અને વાયુ પુરાણમાં મળે છે; હકીકતે મત્સ્યપુરાણના જ શ્લેક પછીનાં પુરાણોમાં ઉતારાયા છે (જ્યાં વામન પુરાણમાં સરસ્વતૈઃને સા શાસ્થતૈઃ એ ભ્રષ્ટ પાઠ મળે છે, એટલું જ). ત્યાં અંતર્નર્મદ, ભારુકચ્છ, માય, સારસ્વત, કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત, અબુદ એવા ક્રમે અપરાંતના આ બાજુના (આજના ગુજરાતના) પ્રદેશ બતાવવામાં આવ્યા છે. ૧૭૦ આ પ્રદેશ આજના ઉત્તર ગુજરાતનો આડાવલીની પૂર્વ-દક્ષિણ ઉપત્યકામાંથી કેટેશ્વર પાસે સરસ્વતી નદી નીકળે છે ત્યાંથી લઈ સરસ્વતીના બે કાંઠાઓને આવરી લેતે કચ્છના રણ સુધીને ભાગ કહી શકાય; એમાં હાલના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગને અને મહેસાણા જિલ્લાના ઉત્તર ભાગને સમાવેશ થાય છે. અબુદ એ આબુ પહાડને ફરતી ઉપત્યકાને પહાડી સહિતને પ્રદેશ, બનાસકાંઠા અને સારસ્વતની ઉત્તરનો. આ સારસ્વતને અડીને જ સાબરમતીથી લઈ મહેસાણા જિલાના સ્વરૂપની દક્ષિણની સમાંતર પટ્ટી સૌરાષ્ટ્રમાં પહોંચે તે “આનર્ત, ઉપરનાં પુરાણોની પરિભાષામાં.
સોલંકીકાલમાં “સારસ્વતીને “મંડલ' તરીકે ઉલ્લેખ મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં થયો છે. ૧૭૧ મૂલરાજના સમયમાં હજી ઉત્તર ગુજરાતના આ ભાગને ઝૂત કે ગુર્નશ કે ગુર્જરત્રા સંજ્ઞા મળી નહોતી. એક સમયે આ ભાગ આનર્તન હતું એ પણ એટલું જ સ્પષ્ટ છે.
નિષાદ: જેમ પુરાણોએ અપરાંતીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભારુકચ્છ, માહેય, આનર્ત, સુરાષ્ટ્ર વગેરેને સમાવિષ્ટ ગણ્યા છે, તેવી પરિસ્થિતિ નિષાદના વિષયમાં પણ લાગે છે. નિષાદ ભીલેની વિશાળ વસાહતને માટે પ્રયોજાયેલ સમજાય છે. રુદ્રદામાના સમયના જૂનાગઢના શિલ-લેખમાં નિષાદનું “અપરાંત પછી સ્થાન આપવામાં આવ્યું છે.૧૭૨ મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજયમાં આપેલા દેશના ક્રમમાં પટર પછી ગોઇંગની પહેલાં “નિષાદભૂમિ કહેલ છે૧૭૩ એનાથી કેઈ સ્પષ્ટતા થતી નથી; ભીષ્મપર્વમાં મહી નદીના ઉત્તર પ્રદેશને ગણાવતાં પ્રાકૃષય–ભાર્ગવ-૫-ભાર્ગ કિરાત-સુદણ-પ્રમુદ-શક-નિષધ -આનર્ત નૈર્જત એ જાતને કામ આપે છે ૧૭૪ એન થી પણ નિશ્ચય થઈ શક્તો નથી. સભાપર્વના વ્રત–પેટાપર્વમાં પાઠાંતરથી હાર–ણોની પૂર્વે નિષાદ અને ત્યાં થયેલા એક પ્રક્ષેપમાં ૫.સીકેની પૂર્વે નિષાદ’ સૂચવાયેલ છે૧૫ એ તે ગૂંચવાડો જ ઊભો કરે છેનિષધભીષ્મપર્વમાં જુદો સૂચવાયો છે; આદિપર્વમાંના