________________
૨૭૨) ઇતિહાસની પૂર્વભૂમિકા
(ગ. પ્રાંગણના લેખમાં જમg જેવું વંચાય છે તે અમg સંભવે છે. અર્જુનદેવ વાઘેલાના સમયને કૃતઘટી (ગેડી) મુખ્ય મથક છે તેવા મંડળમાંને રવેચી માતાના મંદિરને ઈ.સ. ૧૨૭૨ ને લેખ છે તેમાં કચ્છને ઉલેખ નથી, પણ તારી મંડલથી એ ઉદિષ્ટ છે, એના ભાગ તરીકે ૧૬૫ એ જ રીતે વાઘેલા સારંગદેપના આરંભના કચ્છમાંથી મળેલા અપૂર્ણ અને વર્ષ વિનાના અભિલેખમાં છેલી લીટીમાં વીશે વંચાય છે, ૧૬૬ જે હકીકતે હીરો છે અને એ કચછના ઉત્તર ભાગે રણમાં આવેલ ખડીર બેટ છે.
કચ્છના પ્રદેશને “ક” નામ કેવી રીતે મળ્યું એને વિચાર કરતાં એ પ્રદેશ જલપ્રાય હોય એવું અમરકેશથી માલૂમ પડી આવે છે. “અનૂપ” અને “કચ્છ ને અર્થની દષ્ટિએ એ કોશ કાર્થક માને છે. ૧૬૭ વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ એની કોઈપણ વ્યુત્પત્તિ પ્રતીતિજનક નથી. સં. –મર્યાદા ઉપરથી પ્રાકૃતમાં જઇ શબ્દ આવી શકે છે જોગેન્દ્ર શબ્દના પ્રાકૃત રૂપ વિન્દ્રને સંસ્કૃતમાં સ્વીકારી લેવામાં આવેલ છે તે પ્રમાણે સં. ક્ષ ઉપરથી પ્રા. સંસ્કૃતમાં સ્વીકારાઈ ગયો હોય તો એ અશક્ય નથી. એને અર્થ સમુદ્રની કે નદીપ્રદેશની કાંઠાની કક્ષા અને એ ઉપરથી ચોમાસામાં જ્યાં પાણી ફરી વળે અને શિયાળાઉનાળામાં જમીન કેરી પડે તેવા પ્રદેશને “અનુપ” કે “ક” કહેવાનું પ્રચલિત થયું હોય. પ્રાચીન કાળથી જાણીતા કચ્છપ્રદેશ, આજે મધ્યમાં આવેલા પહાડી વિસ્તારને બાદ રાખીએ તે, દક્ષિણ બાજુ હરિયાળીથી સમૃદ્ધ છે. તે ઉત્તર બાજુ રણને પ્રદેશ છે, પૂર્વ બાજુ વાગડને પ્રદેશ અને પછી નાનું રણ છે. સિંધુની એક શાખાને કરછ બાજુને પ્રવાહ છેક ૧૮૧૯ના ધરતીકંપમાં ખસી ગયો ત્યાં સુધી એ કચ્છના તળ પ્રદેશના પેટાળમાં મીઠું પાણી ભરતો હતો, અને એ જ કારણે કચ્છડે બારે માસ લીલે હેવાની કહેતી થઈ પડેલી. એવા સદા લીલા પ્રદેશને આજે દક્ષિણને માત્ર પ્રદેશ ફલદ્રુપતા સાચવી રહ્યો છે એ પણ કાળની બલિહારી છે.
થભ-પાણિનિના ગણપાઠમાં અન્યત્ર “શ્વભ્ર' શબ્દ નોંધાયેલે મળે છે ૧૬૭ એમાં કદાચ દેશવાચક અર્થ નહોતાં ચાલુ “વાંધું-વાયું” એ અર્થ હોય, કારણ કે આગળ ઉપર ર એ અર્થ સૂચવાયો છે ૧૮ પરંતુ રુદ્રદામાના જૂનાગઢ લલેખમાં “સુરાષ્ટ્ર અને “મરુ' વચ્ચે દેશનામ તરીકે એ નોંધાયેલે છે, અને એ આજના “શ્વભ્રવતી” ( સાબરમતી) નદી જેમાંથી વહીને ચાલી આવે છે તે નદીના પૂર્વ પ્રદેશ આજના સાબરકાંઠાના મોટા ભાગના ભૂભાગ–ને માટે પ્રયોજાયેલે હેવા વિશે શંકાને કારણ નથી ૨૯