________________
૨૭૪]
ઇતિહાસની પૂવ ભૂમિકા
[31.
પ્રક્ષેપમાં અર્જુનના રૈવતકથી ઇંદ્રપ્રસ્થ જવાના વર્ણનમાં અ`દ અને સાલ્વ પછી ‘નિષધ’ કહ્યો છે૧૭૬ તેના સાથે સંબંધ ‘નિષાદ’ સાથે નથી લાગતા. પરંતુ પુરાણામાં આવતા ‘નિષધ’ શબ્દ૧૭૭ એના ‘વિધ્યપૃષ્ઠનિવાસી’ વિશેષણને કારણે ‘નિષાદ’ જ છે. ઉમાશ ́કર જોશીએ વિષ્યપાદપ્રશ્નત નદીઓમાં ‘નિષધા' ‘નિષધાવતી' ગણાવેલી છે૧૭૮ એ પણ ભૂભાગની સ્પષ્ટતામાં સહાયક થઈ પડે એમ છે.
‘નિષાદ’ગુજરાતની દક્ષિણ સીમાએથી લઈ એના પૂર્વ અને ઈશાન સીમાડા પાસે પથરાયેલા, છેક કચ્છના રણની સરહદ સુધીના, પહાડી પ્રદેશને સમાવતા હતા. આમાં ડાંગ, ધરમપુર-વાંસદાનાં જંગલ, પ'ચમહાલના સમગ્ર પૂર્વ વિસ્તાર, સાબરકાંઠાના પૂર્વ અને ઉત્તર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ઉત્તર બાજુના પહાડી વિસ્તાર સભાવેશ પામતાં હ।ઈ એને ગુજરાત બાજુતા વિસ્તાર ગુજરાતના આંતિરક ભાગ બની રહે છે.
લાટ : આ સત્તાનાં મૂળ શોધવા જતાં પાણિનિના ગણપાઠમાં કે મહાભારતમાં પત્તો લાગતા નથી. મહાભારતના સભાપર્વમાં ભીમના દિગ્વિજયમાં હિમાલય નજીકના ‘જરદ્ગવ' દેશ પછી ધણા દેશ જીતતાં કુક્ષિમત પત નજીકના ‘ઉન્નાટ’ (પાઠાંતરથી ‘ઉલ્લાહ’, ‘ભલ્લાટ’, ‘મલ્લાટ’ વગેરે) દેશ ઉપર વિજય મેળવ્યાનુ કહ્યું છે,૧૭૯ આનાથી ગુજરાતની ભૂમિ સાથેને કાઈ સંબંધ પકડી શકાતા નથી વર્ષાનુપૂર્વની દૃષ્ટિએ જૂને ઉલ્લેખ તે તેલેમી(ઈ. સ. ૧૫૦)ના કહી શકાય, જે 'લારિકે’થી અભીષ્ટ ‘લાટ' દેશના ભૂભાગનું સૂચન કરે છે.૧૮૦ ઈ. સ. ની ૩ જી સદીના વાત્સ્યાયનના એના કામસૂત્રમાંને લાટ’ શબ્દના પ્રયાગ સંસ્કૃત સાહિત્યમાં તે અત્યારે પ્રાપ્ત સાધનામાં પહેલે કહી શકાય. વાત્સ્યાયન ‘અપરાંત’ અને ‘લાટ'ની સ્ત્રીએને અલગ અલગ સૂચવે છે, ‘સુરાષ્ટ્ર'ની કે ‘આન''ની સ્ત્રીએ વિશે કશુ કહેતા નથી. પાદતાડિતક' નામની એક પ્રાચીન ભાણુ-રચના(ઈ. સ. ની ૫ મી સદી)માં લાટના લેનાં લક્ષણ ગણાવ્યાં છે, સાથેાસાથ લાટમાં તેાફાની માણસા પણ હાવાનું સૂચવ્યું છે.૧૮૨ વરાહમિહિર બૃહત્સંહિતામાં અને બ્રહ્મગુપ્ત આસિદ્ધાંતમાં ‘પુલિશ’ અને રામક' એવા ઔતિષિક સિદ્ધાંતાની વ્યાખ્યા લખનારા તરીકે એક 'લાટ’ નામના જ્યાતિષીના ઉલ્લેખ કરે છે,૧૮૩ તા વરાહમિહિરે ‘ભરુકચ્છ’ અને ‘સુરાષ્ટ્ર' ઉપરાંત ‘લાટ’ને પણ દેશ તરીકે જુદ્દો ઉલ્લેખ કર્યાં છે.૧૮૪ આભિલેખિક નિર્દેશામાં કુમારગુપ્ત અને બધ્રુવમાંના સમયના મદસેારના અભિલેખ (ઈ. સ. ૪૩૬)માં ‘લાટ’ વિષયથી આવેલા શિલ્પી વિશે મળે છે,૧૮૫ તા
૧૮૧