________________
3. ઈતિહાસની પૂર્વભૂમિકા
અનૂપઃ આનર્ત અને સુરાષ્ટ્રની સાથે સંબંધ ધરાવતે એક પ્રદેશ અપ” છે. એને સૂચક ઉલ્લેખ મહાભારતના આદિપર્વમાં આવે છે, જ્યાં દક્ષિણ દિશામાં સાગર નજીક એ દેશ આવેલે સૂચવાય છે, ત્યાં રમણીય પીચ તીર્થ હોવાનું પણ કહ્યું છે.૧૦૧ સભાપર્વમાં અર્જુન દિગ્વિજય માટે નીકળ્યો છે ત્યારે કિરતે, ચીનાઓ અને સાગરાનપવાસી દ્ધાઓને લઈને પ્ર તિષપુર ઉપર ચડી ગયાનું નિર્દેશાયું છે. ૧૦૭ પાણિનિના ગણપાઠમાં “અનૂપને ઉલેખ કચ્છ, દ્વીપ વગેરે દેશના સાથે થયેલે છે૧૦૮ એનાથી એનું જેમ ચોકકસ
સ્થાન નથી પકડાતું તેમ મહાભારતના ઉપરના બે નિર્દેશથી પણ નથી પકડાતું. એને નિશ્ચય કરવામાં સરળતા આરણ્યકપર્વના નિર્દેશથી થાય છે, જ્યાં
અનૂપ દેશને પતિ કાર્તવીર્ય જમદગ્નિના આશ્રમમાં પહોંચ્યાનું મળે છે. ૧૦૯ હરિવંશની અધિકૃત વાચના(ભાં. એ. રિ. ઈન્સ્ટિટયૂટ, પૂના)થી જરા જુદા પડીને એના પ્રક્ષિપ્ત ભાગમાં હૈદયના પુત્ર ધર્મનેત્રના પુત્રને કાર્ત કહી. કાના પુત્ર સાહંજના પુત્ર મહિબાને માહિષ્મતી નગરી વસાવ્યાનું લખ્યું છે. ત્યાં મહિષ્માનને ભદ્રશ્ય, એને કર્દમ,એને કનક, એને કૃતવીર્ય અને એના કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રાર્જુન) થયાનું કહ્યું છે. કાર્તવીર્ય અર્જુન આ રીતે માહિષ્મતીને શાસક હતો, જેને આરણ્યકપર્વના નિર્દેશથી ટકે મળે છે. એનું શાસન સમુદ્ર સુધી લંબાયેલું હતું. ૧૧૦આ સભાપર્વના નિર્દેશ પ્રમાણે સહદેવના દિગ્વિજ્યમાં એ કુંતિભોજનો પરાજ્ય કરી દક્ષિણ તરફ જતાં નર્મદા નદી તરફ આવ્યો; ત્યાં માર્ગમાં અવંતિના વિંદ અને અનુવિંદને હરાવી, ત્યાંથી ર મેળવી માહિષ્મતી નગરી તરફ ગયો, જ્યાં નીલ રાજા સાથે એને યુદ્ધ થયું. ત્યાંથી એ વધુ દક્ષિણ દિશા તરફ વળ્યો.૧૧ આનાથી અનૂપ-માહિષ્મતી-નર્મદાની નિકટતા યા આંતરિકતા સમજી શકાય છે. હરિવંશના પ્રક્ષિત વિભાગમાં આ વિશે થોડી ગૂંચવણ ઊભી થાય છે. ત્યાં કુશસ્થલીને સાગરના “અનૂપ'( ભીના જલપ્રદેશ)થી વિપુલ કહી છે, જે ગમથી સાગરના મધ્યમાં હતી. આ પૂર્વે મધુ દાનવના જમાઈ વાકુવંશીય હર્યશ્વને મધુએ “સમુદ્રાનપભૂષિત’ રાષ્ટ્ર બક્ષિસ આપ્યાનું સૂચવાયું છે; એ રાષ્ટ્રમાંના ગિરિપ્રદેશમાં દુર્ગમ “ગિરિપુર વસાવ્યું હતું એ ગિરિપુરમાં વસતાં સુરાષ્ટ્ર દેશની ત્યાં આબાદી થયાનું કહ્યું છે, જ્યાં નજીકમાં જ સમુદ્રકાંઠે અનૂપ દેશ અને વિસ્તારવાળું આનર્ત રાષ્ટ્ર પણ હતું; હર્ય ત્યાં ઉત્તમ ગિરિ ઉપર નગર વસાવ્યું હતું, આનર્ત સહિતનું એ સુરાષ્ટ્ર રાષ્ટ્ર ચેડા જ સમયમાં સમૃદ્ધ થઈ ગયું; “અનુપ દેશમાં રહેલા એ હર્યએ એ સમૃદ્ધ રાષ્ટ્ર ઉપર રાજ્ય કર્યું.૧૧૩ આમાં આનર્ત