SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સર્ગ પ્રાચીન ભોગાણિક ઉલ્લેખ પ દુર્લભ છે. સભાપવ સરસ્વતી ઉપરના ‘ઠ્ઠાભીર’ની સાથે એક ‘સમગ્ર પંચનદ’તા ઉલ્લેખ કરે છે;૯૫ તે આરણ્યકપમાં લાગલાગટ એ સ્થળે તી તરીકે ઉલ્લેખ થયેા છે, પણ એને ત્યાં સ્થાનનિર્ણય થઈ શકે એમ નથી. t 6 " < વાયુપુરાણમાં ચૈષીક દેશ સહિતના · અભીર ’દેશના નિર્દેશ હેલ્ડ તે હકીકતે ‘આભીર' જ છે. આ આભીર પ્રદેશ બૃહત્સંહિતા પ્રમાણે કાંકણુ આદિ સાથે દક્ષિણ બાજુ ગણાવ્યા છે.૯૮ અર્વાચીન સંશાધકા ન`દાની દક્ષિણના પ્રદેશને માટે મત ધરાવે છે.૯૯ પેરિપ્લસ 'માં સિથિયા( કાશ્મીર, પ ંજાબ, સિધ વગેરે પ્રદેશ)ની પાંખમાં અને અંતરાળમાં આવેલા ભાગને ‘આબિરિયા’ (આભીર) કહ્યો છે, જેના કાંઠાને ‘ સિરાષ્ટ્રીન ’ ( સુરાષ્ટ્ર) નામથી ઓળખાતા કહ્યો છે.૧૦૦ · પેરિપ્લસ ’ના લેખકના આશય આભીરાના જેટલામાં પથરાટ હતા—સુરાષ્ટ્રની તળભૂમિ સહિતમાં—તેને ‘ આબિરિયા કહેવાતા સમજાય છે, જેના કાંઠાના ભાગને ‘ સુરાષ્ટ્રીન ’કહેવા ચાહે છે. સિંધને અડકીને કહેલા હાઈ એમાં કચ્છ અને સુરાષ્ટ્ર તેના સમાવેશ થઈ જતા કહી શકાય. મિરાશી તોલેમીને હવાલા આપી · આબિરિયા ’ને સિંધુ નદીના ઉપરના ભાગમાં આવેલા ‘પત્તલીની’ (પાતાલ-થરપારકરનેા જૂના ‘સૌવીર’ પ્રદેશ) હાવાનું કહે છે.૧૦૧ બૃહત્સંહિતાની ટીકામાં પરાશરનું વાકય છે તેના આધારે ત્યાં મિરાશીએ ‘શ્રદ્ધાભીર’ને સૌરાષ્ટ્રની સાથે કહ્યો છે. એમણે ત્યાં વિષ્ણુપુરાણને હવાલા આપી દ્રો અને આભીરે સૌરાષ્ટ્ર, અવંતિ ( પશ્ચિમ માલવ ), શૂર ( મથુરા ), અણું ( આડાવલી ) અને મરુભૂમિ( મારવાડ)માં રહેતા હોવાનુ નાંધ્યુ છે.૧૦૨ મિરાશીએ ‘ ૫'ચનદ’ના ભરાસે પંજાબના ભાગને પણ ‘ આભીર ’ કહેવાનું માન્યું છે, એ ‘ પંચનદુ’ કચ્છ-ગુજરાતની સરહદના ભાગ હાઈ, સદિગ્ધ લાગે છે. આભીરાનાં સ્થળાંતરાને કારણે તેમજ પથરાટને કારણે ભિન્ન ભિન્ન પ્રદેશને ભિન્ન ભિન્ન સમયે ‘આભીર’ નામ મળ્યું હાય તેા એ પણુ અસંભવિત નથી, પરંતુ મહાભારતના ઈ. પૂ. ૨ જી સદી સુધીના સંસ્કરણમાં તે અભીષ્ટ ‘ આભીર 'દેશ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહમા (લુપ્ત થયેલા )ના વિસ્તારમાં બંધ ખેસે છે. ઇલિયટે તાપીથી દેવગઢ સુધીના પશ્ચિમ કાંઠાને ‘આભીર ' કહ્યો છે,૧૦૩ વળી ઉમાશ’કર જોશીએ તારાતત્રને હવાલા આપીને તાપીની દક્ષિણ્યી કાંકણુ સુધીના પ્રદેશને આભીર’ સૂચવ્યેા છે,૧૦૪ અને ભાગીલાલ જ. સાંડેસરા આચારાંગ-યૂનિા ઉલ્લેખ કરી વજ્ર આ અને સમિત આકૃષ્ણા અને વેણુ નદીના સંગમસ્થાને ગયાનું બતાવી એ આભીર દેશમાં કહે છે,૧૦૫ આ બધાંની પાછળ આભીરાનાં સ્થળાંતર જ નિયામક લાગે છે. '
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy