________________
1.
ઇતિહાસની પૂર્વભૂમિકા દ્વારકાથી યાદવ સ્ત્રીઓને, યાદવાસ્થળી પછી, લઈ પ્રરથ તરફ જતાં અર્જુનને આભીરોએ આંતર્યો હોવાનું કહ્યું છે તે પંચનદ પ્રદેશને સતલજ અને યમુના વચ્ચેને પૂર્વ પંજાબને પ્રદેશ કહી ત્યાં પણ આભાર વસાહત હેવાનું કહ્યું છે. મૌસલપર્વમાં, યાદવાસ્થળીને અંતે, યાદવ સ્ત્રીઓને સાથે લઈ અર્જુન ઇંદ્રપ્રસ્થ તરફ રવાના થયા ત્યારે પંચનદના પ્રદેશમાં આભીએ પોતાને લૂટયો હોવાનું વ્યાસજીને કહી સંભળાવે છે.૯૦ આ પૂર્વેના અધ્યાયમાં, અજુન દ્વારકાના વિનાશ પછી રમ્ય વનો, પર્વત અને નદીઓને કાઠે કાંઠે નિવાસ કરતો યાદવ સ્ત્રીઓને સાથે લઈ આવ્યો અને અતિસમૃદ્ધિવાળા “પંચનદી દેશમાં આવી પહોંચ્યો, જયાં આભીર દરયુઓએ એના પર હુમલે કરી, યુદ્ધ આપી અનેક યાદવ સ્ત્રીઓનું હરણ કર્યું, એમ કહેવામાં આવ્યું છે. મિરાશીની જેમ બીજા ઘણા વિદ્વાન પંજાબને જ “પંચનદીને પ્રદેશ કહે છે. આનર્તથી ઈંદ્રપ્રસ્થ જતાં પંજાબના પ્રદેશમાં શા માટે જવું પડે એને સામાન્ય રીતે કેઈએ ખાસ વિચાર કર્યો લાગતો નથી. આ દિશામાં શ્રીપાદકણ બેલવલકરે ધ્યાન દેયુ છે કે અર્જુનને રાજધાની તરફ ઝડપથી પહોંચવાનું હોઈ ઉદ્યોગપર્વમાં જણાવ્યા પ્રમાણેના પંચન=પંજાબ૯૨ સુધી જવાની કે ઈ શક્યતા નથી, અને તેથી સરસ્વતી, દષતી, અરુણા, બિયાસ (? પર્ણાશા બનાસ) અને શક્ય રીતે લૂણી અથવા કેઈ અજ્ઞાત પાંચમી–એ પાંચે નદી એક સમયે કચ્છના રણમાં પડતી હતી – આ “પંચનદ હોવાની શક્યતા છે. અને દ્વારકાથી સતાહથીયે કાંઈક ઓછા સમયમાં પહોંચી શકાય તે આ પ્રદેશ હતે. આ નદીઓના પ્રદેશમાં આભારની વસ્તી એ સમયે હોવાનું સમજાય છે અને આજે પણ નાના રણની પશ્ચિમ કચ્છ-વાગડનો પ્રદેશ એની આભીરની વસ્તીથી જાણીતા છે. કચ્છવાગડ સહિતના બનાસકાંઠાનો ઉત્તરે લૂણી વગેરેને સમાવી લેત પ્રદેશ આભીર “શરાભીર” કે “શદ્વાભીર હોવામાં કઈ અસંભવ નથી લાગતું. મૌસલપર્વવાળો પંચનદ આ આભીર પ્રદેશમાં જ સમાઈ જાય એમ છે. સ્કંદપુરાણના દ્વારકામાહાત્યમાં દ્વારકા પાસે પંચનદ તીર્થ કહ્યું છે૯૪ ( જે મંદિર નજીકના કોટના પૂર્વ દરવાજાની બહાર ગોમતીના ઘાટમાં દક્ષિણે નદીના પટમાં નાના મંદિરસમૂહનું બની રહેલું છે ) તે તે પાછળથી તીર્થ તરીકે માની લીધેલું સ્થાન છે; એ કાંઈ “પંચનદ પ્રદેશ કહી શકાય તેવું નથી. ત્યાં નદીઓ કહી છે તે ગમતી, લક્ષ્મણ, કુશાવતી, ચંદ્રભાગા અને જાંબવતી છે. આમાંની ગોમતીનું મથાળ કાંઈ ઊંડે દૂર નથી; ઉગમણેથી પુરાયેલી ખાડી જેવા ભાગમાંથી સાંકડી નેળમાં આવી એ સમુદ્રમાં પડે છે, તે ચંદ્રભાગાને વહેળો પણ એકાદ કિલોમીટરથી દક્ષિણ તરફથી ગમતીમાં પડે છે. બાકીની ત્રણ નદીઓનાં દર્શન આજે