________________
૧૦ ] પ્રાચીન ભૌલિક ઉકલે છે
લિંગની દૃષ્ટિએ સુર સ્ત્રીલિંગે કેમ ? એને એક ઉત્તર એ હોઈ શકે કે એ મૂળમાં “ભૂમિના વિશેષણરૂપે હોય અને પછી દેશવાચક બન્યું હોય. બીજે ઉત્તર-પશ્ચિમ મારવાડમાં ગુજર જાતિ આવી વસી હતી ત્યારે અરબ
કોએ ગુડ્ઝ એ જાતિવાચક શબ્દને સ્ત્રીલિંગે બહુવચન બનાવતો વાત પ્રત્યય લગાડી ગુગ્રત (= ગુજરોને સમૂહ) સંજ્ઞા ૮૧ પ્રાઇ, એનું પ્રાકૃતીકરણ થતાં ગુજરત્તા અને પછી સંસ્કૃત ગુર્જરત્રા-૩ સ્ત્રીલિંગે પ્રચલિત બન્યું, એના સાદચ્ચે કુરાછા પણ પ્રચલિત બન્યું. સુરાગ્રા સ્ત્રીલિંગે પ્રયોગ જાણવામાં આવ્યો છે તે પ્રાય સામગ્રી પ્રમાણે ઈ. સ. ૫૨૯ જેટલે ધ્રુવસેન ૧લાના દાનશાસનને સમય છે, જે સમયે પશ્ચિમ મારવાડમાં ગુજર જાતિ સારી રીતે પ્રસરી ચૂકી હતી. આ બંને સૂચન માત્ર સંભાવના તરીકે રજૂ કરી શકાય.
આભીરઃ રામાયણના કિકિંધાકાંડમાં રામ અને સુગ્રીવ તરફથી સીતાની ભાળ માટે વાનરવીરોને જુદા જુદા પ્રદેશમાં મોકલવામાં આવે છે ત્યાં “સૌરાષ્ટ્રની નજીક હોય તે રીતે “શરાભીર” અને “વાહીક’ પ્રાન સૂચવાઈ છે.૮૪ મહાભારતના ભીષ્મપર્વમાં “વાહીક' (પાઠાં. બાલ્હીક) અને ‘વાટધાન’ પછી ‘આભીર દેશ ઉહિલખિત થયું છે. આગળ જતાં “શડાભીર નું પણ સૂચન કરવામાં આવ્યું છે. ૮૬ પાઠભેદે “શરાભીર” જ “શ્રદ્ધાભીર’ હોય તે એ અસંભવિત નથી, એટલે રામાયણનો “શરાભીર” દેશ અને ભીષ્મપર્વનો “શદ્વાભીર” દેશ “સુરાષ્ટ્રની નિકટને દેશ છે એમ કહી શકાય. ભાગવતનો ઉલેખ, પ્રમાણમાં ભલે મોડાને હોય, પણ દ્રપ્રસ્થથી કૃષ્ણ દ્વારકા તરફ જાય છે ત્યારે ભરૂ-ધન્વાને વટાવી સૌવીર અને આભાર પછીના આનર્ત દેશમાં આવી પહોંચે છે. અહીં ભાગવતને કૃષ્ણ દ્વારકાના પ્રદેશની નિકટમાં આવી પહોંચ્યા એમ કહેવું છે.૮૭ સભાપર્વમાં સિંધુના કાંઠાના ગ્રામીણ લોકોને અને સરસ્વતીને આશ્રય કરીને , રહેલા શુદ્ધાભીને સાથે લગો નિર્દેશ છે,૮૮ એના બળે વેદકાલીન સરસ્વતી હાલને કચ્છ-વાગડ અને પૂર્વોત્તર આનર્ત વચ્ચે અત્યારના કચ્છના મોટા રણની પૂર્વ સીમાએ થઈ નાના રણના ભાગે પસાર થતી હતી તેના કાંઠાના શકાભી કે શરાભી સરળતાથી કહી શકાય. વાસુદેવ વિષ્ણુ મિરાશીએ આ પ્રમાણેને આધારે સરસ્વતીના કાંઠા ઉપર રહેનારા માછીમારો અને પહાડખેડુઓ તરીકે એ આભીરને જીવન ગુજારતા કહ્યા છે, અને દિશા ભારતવર્ષની વાયવ્ય તરફની કહી છે.૮૯ એમણે શલ્યપર્વને હવાલે આપી ત્યાં રહેતા હો અને આભીરે તરફના ધિક્કારને કારણે સરસ્વતી વિનશન તીર્થ પાસે લુપ્ત થઈ ગયાનું પણ નેપ્યું છે. મૌસલપર્વને હવાલે આપી એમણે પંચનદના પ્રદેશમાં