________________
૧ ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ મોટે દેશ હોય અને એમાં એક “અનૂપ' સહિતના સુરાષ્ટ્રને સમાવેશ થતો હેય. આમ “અપ” મહાભારત પ્રમાણે માહિષ્મતી અને નર્મદાને પિતામાં સમાવતે સમૃદ્ધ જલપૂર્ણ પ્રદેશ અને હરિવંશના પ્રક્ષિપ્ત ભાગ પ્રમાણે આનર્તસુરાષ્ટ્રની અંદરનો પ્રદેશ એવું જોવા મળે છે. બ્રહ્માંડ, વાયુ અને મત્સ્ય પુરાણ “નિષધ” (સંભવતઃ “નિષાદ’) પ્રદેશ પછી ‘અકૂપને ગણાવે છે૧૧૪ એનાથી કાંઈ સ્પષ્ટ થતું નથી; સ્કંદપુરાણના ઉલ્લેખ પ્રમાણે દક્ષિણની સાથોસાથ
સાગર”ને પણ નિર્દેશ હોઈ ૧૧૫ નર્મદાના પૂર્વ પ્રદેશ જ સમજાય છે. કાલિદાસે રઘુવંશમાં તો કાર્તવીર્યના વંશજને “અનુપરાજ' કહ્યો છે અને એની રાજધાની રેવાતટે “માહિતી” કહી છે.૧૧ રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાં અવંતિ પછી “અનૂપ', પછી “નવૃત” (નિમાડ), એ પછી આનર્ત, ત્યારબાદ સુરાષ્ટ્ર, શ્વત્ર, ભરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ એવો ક્રમ છે,૧૧૭ એટલે નર્મદાના નિકટના પ્રદેશની સંપૂર્ણ શક્યતા છે. હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં નિર્દિષ્ટ “સાગરાનૂપ” કે “અનુપ.” તેથી કોઈ વિશેષ સંજ્ઞા નહિ, પણ પાણીની બહોળપવાળ પ્રદેશ” એવી સામાન્ય સંજ્ઞા જ લાગે છે. ત્યાં “ગિરિપુર’નું સાહચર્ય જોતાં એની શક્યતા આજના જૂનાગઢ જિલ્લા(“સોરઠ” સંકુચિત અર્થમાં)ના ભાદર અને ઓઝત નદીઓના દોઆબનો ઘેડ” (સં. કૃતઘટ-ઘીની જ્યાં રેલમછેલ વરતાતી હોય તેવો) પ્રદેશ સમજાય છે. માહિમતી રાજધાનીનું સાહચર્ય હે ઈ ભારુકચ્છ પ્રદેશની પૂર્વમાં નર્મદા ખીણનો આજના મધ્યપ્રદેશમાં એ વખતે ઊંડે સુધી પથરાયેલે સમૃદ્ધ પ્રદેશ “અનૂપથી કહેવાયેલે છે, એ મહાભારત વગેરેના ઉલ્લેખે અને એને વિંધ્યપૃઇનિવાસી દેશમાં થતો સમાવેશ પુરાણોને અભીષ્ટ છે૧૧૮ એ વિગત જોતાં સરળતાથી નિત કરી શકાય.
અપરાંત: મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણમાં “અપરાંતના એક ભાગ તરીકે “આંતરનર્મદ પ્રદેશ કહ્યો છે. ૧૯ જેને માર્ક ડેયપુરાણમાં “ઉત્તરનર્મદ કહ્યો છે.૨૦ આનાથી ગુજરાતની સરહદથી સમુદ્રકાંઠા સુધીને કહી શકાય તેવો
અનૂપ” પ્રદેશને એ દક્ષિણ-પશ્ચિમદક્ષિણ ભાગ હેય. આ “આંતરનર્મદ” નાસિક અને ભારુકચ્છની વચ્ચે હોઈ શકે, એને બદલે ઉમાશંકર જોશીએ એને ભારુકચ્છ પ્રદેશની ઉત્તરે મૂક્યો છે, જે કઈ રીતે બંધ બેસે એમ નથી. ૧૨૧ અહીં નોંધી શકાય કે ઈ. સ. ૫૪૦ ના અરસામાં કોઈ સંગમસિંહ નામના સામંતકેટિના રાજવીનું “અંતર્નમદા વિષય ઉપર શાસન હતું, જે હરિપ્રસાદ શાસ્ત્રી પ્રમાણે નર્મદા અને તાપીની યાતો નર્મદા અને કીમની વચ્ચે આવેલ