________________
3
ઇતિહાસની પૂર્વભૂમિકા પરસ્પર વૈમનસ્ય યાદવની માટી ઊણપ હતી. કૃષ્ણ વાસુદેવ એ નિવારવા સદા પ્રયત્નશીલ રહ્યા, પણ અંતે પ્રભાસ પાસે મૌસલયુદ્ધ થયું, જેમાં સૌરાષ્ટ્રમાં આવી વસેલા યાદવોને સર્વનાશ થયો. મહાભારત ૪૪ મીસલયુદ્ધને વૃત્તાંત નીચે પ્રમાણે આપે છે:
ભારતયુદ્ધ પછી ૩૬ મે વર્ષે યાદવોનું મૌસલયુદ્ધ થયું. સારણ તથા અન્ય યાદવ કુમાર વિશ્વામિત્ર, નારદ તથા અન્ય ઋષિઓની મશ્કરી કરી. સાંબને ગર્ભવતી સ્ત્રીને વેષ પહેરાવી ભાવી સંતાન વિશે ઋષિઓને પ્રશ્ન પૂછ્યું. કુદ્ધ બષિઓએ શાપ આપે કે સાંબને લેઢાનું મુસલ અવતરશે, જેનાથી વૃષ્ણુિઓને વિનાશ થશે. બીજે દિવસે મુસલ અવતર્યું, જેને ભુક્કો કરી દરિયામાં ફેંકી દેવામાં આવ્યો.
કૃષ્ણ માઠાં ચિહ્ન વરતી યદુઓને સમુદ્રતટે તીર્થયાત્રા કરવા કહ્યું. ખાનપાન અને સ્ત્રીઓ સાથે પ્રભાસ ગયેલા યદુઓએ અતિ મદ્યપાન કર્યું, પરિણામે આપસ-આપસમાં અનુચિત વર્તાવ શરૂ થયો. સાત્યકિ અને કૃતવર્માએ ભારતયુદ્ધ દરમ્યાન એકબીજાએ કરેલાં અપકૃત્યની ટીકા કરી. કૃતવર્માના અનુજ શતધન્વાએ કરેલા સત્રાજિતના ખૂનની યાદ સત્યભામાને સાત્યકિએ આપી. વૃષ્ણિવીર સાત્યકિએ ભજેના નેતા કૃતવર્માને મારી નાખે. ભેજે, વૃષ્ણુિઓ, અંધક, શૈને અંદર અંદર કપાઈ મૂઆ, પુત્ર ચારુષ્ણ, પ્રદ્યુમ્ન અને સાંબને તથા ભાઈ ગદ અને પૌત્ર અનિરુદ્ધને કપાયેલા જોઈ કૃષ્ણ બચેલા યાદવોને કાપી નાખ્યા. માત્ર ચાર યાદવ બચ્યા, તે હતા કૃષ્ણ, બલરામ, બલ્ટ (અર) અને દારુક તેઓએ ઠારવતી તરફ પ્રયાણ કર્યું. બબ્રુનું મૃત્યુ રસ્તામાં થયું. કૃષ્ણ અને સંદેશ પહોંચાડવા ઘરુકને હસ્તિનાપુર મોકલ્યો.
દ્વારકા આવી કૃષ્ણ પિતા વસુદેવને અર્જુનના આગમન પર્યત સ્ત્રીબાળકોની સંભાળ રાખવા વિનંતી કરી અને તેઓ તપસ્યા અર્થે ગયેલા બલરામને મળવા નીકળી ગયા. ત્યાં એમણે બલરામને દેહ તજતા જોયા. શ્રમિત અને દુઃખી કૃષ્ણ એક વૃક્ષ નીચે આરામ કરતા હતા, ત્યાં જરા નામના લુબ્ધ (વ્યા) દરથી હરણ સમજી એમને બાણ માર્યું, પરિણામે કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામ્યા.
જરા કૃષ્ણને સાવકે ભાઈ અને નિષાદ ધનુર્ધરમાં અગ્રિમ હતા.
અજુને આવી દ્વારકાનાં સ્ત્રી-બાળકોને કબજો સંભાળ્યો. બીજે દિવસે વસુદેવ મૃત્યુ પામ્યા. એમની પાછળ દેવકી, રોહિણી, ભદ્રા અને મદિરા સતી થઈ. અર્જુને વસુદેવના તથા કૃષ્ણ અને બલરામના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યો.