________________
મું] યાદવે
[ રહ કૃષ્ણ વાસુદેવને પ્રતિસ્પધી હતો પૌડૂક વાસુદેવ. પુંડ્ર અને કિરાત જાતિઓને રાજા હેવાથી અને વસુદેવને પુત્ર હોવાથી એ પૌડૂક વાસુદેવ તરીકે ઓળખાતો અને કૃષ્ણ વાસુદેવનું ચિહ્ન ધારણ કરતા.૩૮ કૃષ્ણ વાસુદેવે એને વધ કર્યો.
પૌત્ર અનિરુદ્ધને મુક્ત કરવા કૃષ્ણ શોણિતપુર પર આક્રમણ કર્યું. શોણિતપુર પ્રાયઃ આજના કુમાઉં(ઉત્તર પ્રદેશ)માં આવેલ ઉષામઠથી છ માઈલને અંતરે કેદારગંગાના તટે આવેલું હતું. શોણિતપુરના રાજા બાણ અસુર હતો. એની પાલિત પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને મહેલમાં રાખો. આની જાણ બાણને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. પરિણામે કૃષ્ણ વાસુદેવે શેણિતપુરના રાજા બાણને હરાવ્યો.૨૮ " સુભદ્રા-અર્જુનના લગ્ન દ્વારા વૃષ્ણુિઓ અને પાંડવો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થયો હતો.
કુરુક્ષેત્રના યુદ્ધમાં યાદવો બંને પક્ષે વહેંચાયેલા હતા. કૃતવમાં ભોજેની સેના સહિત દુર્યોધનને પક્ષે રહ્યો;૪૦ એ અગિયાર અક્ષૌહિણી સેનામાંની એક અક્ષૌહિણી સેનાધિપતિ હતા. પાંડવપક્ષે વૃષ્ણિવીર ચેકિતાન અને યુયુધાને સાત્યકિ રહ્યા ૧ યુયુધાન સેનાની હતો. નિઃશસ્ત્ર કૃષ્ણ પાંડવપક્ષે રહી અર્જુનના સારથિ બન્યા, પણ એમની નારાયણી સેના દુર્યોધનના પક્ષે રહીને લડી.૪૨ બલરામે કૃષ્ણને પાંડવપક્ષે જોઈ તટસ્થતા પસંદ કરી ને એ તીર્થયાત્રા પર નીકળી ગયા.૪૩
કુરુકુળના આંતરવિગ્રહને ટાળવા કૃષ્ણ બધા પ્રયત્ન કરી જોયા, પણ દુર્યોધન લશ્કરી બળ પર મુસ્તાક બન્યો અને એણે કૃષ્ણ વાસુદેવની સલાહની અવગણના કરી, એટલું જ નહિ, પણ પાંડવોના દૂત બનીને આવેલા કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કર્યો, પરિણામે યુદ્ધ અનિવાર્ય બન્યું.
મહાભારતાંતર્ગત ભગવદ્દગીતામાં જણાવ્યું છે તે પ્રમાણે યુદ્ધના આરંભ સમયે પાંડના મહારથી અર્જુન પર વિષાદ છવાતાં કૃષ્ણ સ્વધર્મ, આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ અને ભક્તિને ઉપદેશ આપી અર્જુનને યુદ્ધ કરવા પ્રેર્યો. ધાર્તરાષ્ટ્રોના અસંખ્ય સન્ય અને કાબેલ સેનાપતિઓ સામે પાંડવોને વિજ્ય મુશ્કેલ છે એવી પરિસ્થિતિ જોઈ કૃણે પ્રસંગ અનુસાર નીતિ અપનાવી પાંડવોને વિજ્યમાર્ગે