________________
૨૨૯ ]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[31.
..
ચીજો અને સ્વરૂપવતી યુવતીએ ભેગી કરવાના શેાખ હોવાથી એણે દેવલાકની અમૂલ્ય વસ્તુઓ તેમજ દેવલાક, ગાંધ`લાક અને મ`લાકની હજાર રૂપવતી કન્યાઓનું હરણ કર્યું હતું અને ત્રાસ વર્તાવ્યેા હતા. કૃષ્ણ વાસુદેવે પ્રાગ્યાતિષના અભેદ્ય કિલ્લા૨૮ પર આક્રમણ કરી કિલ્લાના રખેવાળ મુર– નિરુને માર્યાં; ત્યાર પછી નરકના અંત આણ્યા અને દીવાન કન્યાએને મુક્ત કરી. કહેવાય છે કે નરકાસુરની આ ૧૬,૧૦૦ બહુ કન્યાઓએ કૃષ્ણને વર તરીકે પસંદ કર્યાં. પ્રાન્ત્યાતિષપતિ નરકાસુરના અમૂલ્ય ખજાના કૃષ્ણે હાથ કર્યાં ને એ ખજાના દ્વારકા લાવવામાં આવ્યા.૨૯
કૃષ્ણનાં ફાઈ કુન્તીના પુત્ર પાંડવા વૃષ્ણુિ સાથે સંબંધ ધરાવતા તેથી ઇંદ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરે આરંભેલા રાજસૂય યજ્ઞને સફળ બનાવવા કૃષ્ણે માટી ભાગ ભજવ્યો.૨૯ અ કૃષ્ણની સલાહને અનુસરી પાંડવોએ જરાસંધના અંત ખળથી નહિ તેા કળથી આણ્યા. મધ્ય દેશના સમ્રાટ જરાસંધના જીવતાં યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરી નહિ શકે એવી ખાતરી કૃષ્ણને હતી.૩૦ ભીમે ક્રૂ'દૂયુદ્ધમાં જરાસ ંધને અધર્મનું શરણું લઈ માર્યાં.૭૧ આ રીતે કૃષ્ણ વાસુદેવની વિચક્ષણ રાજનીતિને પરિણામે યાદવેાના કટ્ટર શત્રુ અને પાંડવાના રાજકીય પ્રભુત્વના માર્ગમાં વિઘ્નરૂપ જરાસંધના અંત આવ્યા. જરાસંધે બંદી બનાવેલા અનેક રાજાઓને એમણે મુક્ત કર્યાં, અને એ રાજાની સહાયતા યુધિષ્ઠિરને રાજય યજ્ઞ અર્થે મળી.૩૨ જરાસંધના મૃત્યુ પછી પ્રાર ંભેલ રાજસૂય યજ્ઞમાં પ્રથમ અધ્ય કૃષ્ણ વાસુદેવને અપાયા.૩૩ મહાયજ્ઞમાં પ્રથમ અની પાત્રતા કૃષ્ણ વાસુદેવ ધરાવતા હતા એ હકીકત એમની રાજકીય પ્રતિષ્ઠા અને મહત્તાની સૂચક છે. આ પ્રસંગે કૃષ્ણના વિધી ચેદિરાજ શિશુપાલે કૃષ્ણ વાસુદેવને અપાતા પ્રથમ અધ્ય સામે સખ્ત વાંધા ઉઠાવ્યા. ચેદિરાજે યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરવાની કેાશિશ કરી;૩૪ કૃષ્ણને અનેક ગાળા દીધી; પરિણામે કૃષ્ણે પેાતાનુ ચક્ર ચલાવી ભરી સભામાં શિશુપાલના વધ કર્યાં. શિશુપાલે વૃષ્ણુિ વિરુદ્ધ અનેક કાર્ય કરેલાં; દા. ત. એણે કૃષ્ણની ગેરહાજરીમાં દ્વારવતીને આગ લગાડેલી, એ પેાતાના મામા વસુદેવના અશ્વમેધના અશ્વને હરી ગયેલા, અને એણે રૈવતક પર વિહાર કરતા ભાજ રાજાઓને કેદ કરેલા.૨૫
સૌભ(નગર)પતિ૩૬ શાલ્વે શિશુપાલના વધનું વેર લેવા તરત જ દ્વારકા પ આક્રમણ કર્યું.૭૭ રાજસૂય યજ્ઞની સમાપ્તિ પછી કૃષ્ણે સૌભનગર પર આક્રમણ કાંતે શાવના વધ કર્યાં. શિશુપાલ અને શાલ્વના અંતની સાથે જરાસંધના બધા મિત્ર–રાજાતા અંત આવ્યો હાવાનુ સ ંભવે છે.