________________
યાદ
રાજા કંસે યાદવોની અવગણના કરી ભાગ લઈ કંસને પરાભવ કર્યો ૧૩
[ રરર ત્યારે ભોજ વીરાએ આગળ પડતો
કૃષ્ણ વાસુદેવના સમયમાં અંધક–વૃષ્ણુિઓનાં અગ્રગણ્ય કુળોની સંખ્યા ૧૧ હતી.૧૪ દેવક, ઉગ્રસેન, રાજાધિદેવ, હદિક, અસમૌજા, વસુદેવ, સત્યક, અફક, ચિત્રક, સત્રાજિત અને પ્રસેન અંધક-વૃષ્ણુિઓના તે તે કુળના વડા તેમજ નેતા હતા.
વૃષિણકુળના વસુદેવ શરના પુત્ર હતા. એમની બહેન પૃથા રાજા કુંતીજે દત્તક લીધી હતી તેથી એ “કુંતી' કહેવાઈ. એનાં લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુની સાથે થયાં. વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા.૧૫ સ્વાભાવિક રીતે એમની વફાદારી ઉગ્રસેન માટે હતી. વસુદેવ રાજા ઉગ્રસેનના પક્ષકાર હોવાથી પિતાને બંદી બનાવનાર કંસ એમના પર રોષે ભરાયો. વસુદેવની તેર પત્નીઓમાંની ૧૭ એક પત્ની દેવકીના પુત્ર કૃષ્ણ અને બીજી પત્ની રોહિણીના પુત્ર બલરામ કંસની કુપિત નજરોથી દૂર રહીને ગોકુળમાં નંદ ગેપને ત્યાં ઊછર્યા.
યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું એની પૂર્વભૂમિકા આ પ્રમાણે હતી: મથુરાના રાજા ઉગ્રસેનને એના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. આમ કરવામાં એને પીઠબળ એના સસરા મગધ–સમ્રાટ જરાસંધનું હતું.૧૮ કંસનાં લગ્ન જરાસંધની બે પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિ સાથે થયાં હતાં. યાદવકુળના વડીલે કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ. કૃષ્ણ વાસુદેવે પિતાના અગ્રજ બલરામની સહાયતાથી અને વડીલેના કહેવાથી મામા કંસને અંત આણ્યો. કંસને અંત આવતાં મથુરાનું યાદવરાજ્ય જરાસંધના વર્ચસમાંથી મુક્ત બન્યું.
મગધસમ્રાટ જરાસંધ જમાઈને પરાભવ તેમજ અંત સાંખી શક્યો નહિ. વિધવા પુત્રીઓના વારંવાર કહેવાથી એણે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યા,૨૦ આથી યાદનું અસ્તિત્વ ભયમાં મુકાયું. સમસ્ત મધ્યદેશ પર વર્ચસ ભેગવનાર મગધપતિ જરાસંધ સામે ટકી રહેવું યાદવોને માટે મુશ્કેલ હતું, તેથી યાદવેએર ૧. પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શાર્યાની વેરાન રાજધાની કુથસ્થલીનાર જીર્ણ દુર્ગને સમરાવી ત્યાં વસવાટ શરૂ કર્યો. હાર્યાની કુથસ્થલી યાદવતી દ્વારવતી તરીકે ઓળખાઈ