________________
૨૨૪ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[મ.
પતંજલિનુ મહાભાષ્યપ ઈત્યાદિ ગ્રંથા યદુ કે એમની પેટાશાખાઓ ના ઉલ્લેખ કરે છે.
યાદવેાને લગતી પૂરક સામગ્રી બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પણ મળી રહે છે.
જૈતાના ૨૪ તીર્થંકરામાં ૨૦મા તીર્થં કર મુનિસુવ્રત અને ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમિ હરિવંશના હોવાથી વૃદિશા, કલ્પસૂત્ર, આવશ્યક, અંતકૃદ્દશા અને ઉત્તરાધ્યયન યાદવા વિશે વિગતેા આપે છે. અરિષ્ટનેમિને કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ !હ્યા છે. ૮ સંધદાસણની વસુદેવહિ...ડી (પાંચમી સદી) અને જિનસેનસ્કૃત હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૩-૭૮૪) યાદવાને લગતી જૈન અનુશ્રુતિને આધારે લખાયેલા ગ્રંથ છે.
ઋગ્વેદમાં યદુ વિશે વાર વાર ઉલ્લેખ છે. દૂરના દેશયી યાદવાને દારવણી કે આપી. ઋગ્વેદના આ નિર્દેશ પરથી અમુક વિદ્વાનેનુ અનુમાન છે કે યદુ વિદેશથી ભારત આવ્યા.
પરંતુ મહાભારત અને પુરાણેાની અનુશ્રુતિ પ્રમાણે યયાતિ અને દેવયાનીના પુત્ર યદુના વંશજો તે યાદવે. મનુ વૈવવતની પુત્રી પ્લાથી યયાતિ ચેાથી પેઢીએ થયા. ઇલાના વંશ 'ઐલ વશ' કહેવાયા. ઐલ વંશ ચંદ્ર વંશ' તરીકે પણ ઓળખાયા, કારણ કે ઇલા ચંદ્રના પુત્ર મુધને પરણી હતી. યાદવકુળમાં હૈહયા, વૈદર્ભો, સાત્વતા, અંધકા, કુકરા, શૈતેયા, ભેાજો અને વૃષ્ણુિએ થયા. યાદવાની આ બધી શાખાઓના પૂજ યદુનુ રાજ્ય ચંબલ, એટવા અને કેન નદીના પ્રદેશમાં હતું. ૧૦ મધ્ય દેશમાંથી યાદવશાખાએ નર્મદા ખીણ, વિદર્ભ, સેન, રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં વિસ્તરી.
યદુથી કૃષ્ણ વાસુદેવ સુધી યાદવાની ૫૯૧૧ પેઢીઓ થઈ. શશિખ દુ ચૈત્રરથિ, અર્જુન કાર્તવીર્ય, જ્યામધ, વિદર્ભ, દશા, મધુ અને ભીમ સાર્વત પ્રસિદ્ધ યાદવ રાજાએ થયા. શૂરસેન પ્રદેશમાં યાદવેાની સત્તા સ્થાપનાર સ ંભવતઃ મધુ હતા. મધુના વંશજ ભીમ સાત્વતના ચાર પુત્રો ભજમાન, દેવાધ, અધક અને દૃષ્ણુિ હતા. દેવાવૃદ્ધના વંશજો માતિ કાવત(અલ્વર, જયપુર, જોધપુર)ના ભાજો થયા. અંધકના જ્યેષ્ઠ પુત્ર કુકરમાંથી કુકુરા થયા અને તેઓએ મથુરામાં રાજ્ય કર્યું. કૃષ્ણ વાસુદેવના સમયમાં વૃષ્ણુિએ વધુ પ્રબળ થયા. કુંકર વંશના