________________
પ્રકરણ -
યાદ
ભારતયુદ્ધ પૂર્વેના વંશમાં યાદવવંશ મહત્ત્વના વંશ તરીકે દેખાય છે. યાદવોની વંશાવળી હરિવંશ તથા ૧૧ પુરાણોમાં આપી છે. એ પુરાણે નીચે મુજબ છે: વાયુ, બ્રહ્માંડ, ભસ્ય, પદ્મ, બ્રહ્મ, વિષ્ણુ, ભાગવત, લિંગ, કૂર્મ, ગરુડ અને અગ્નિ, વાયુ-બ્રહ્માંડની વંશાવળીઓ વધુ સારી રીતે જળવાઈ રહી
કૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં અગત્યનો ભાગ ભજવ્યું તેથી મહાભારત યાદોને લગતી કેટલીક વિગતો આપે છે. યદુઓનું પશ્ચિમ દિશા તરફ સ્થળાંતર, ભારતયુદ્ધમાં તેઓને હિસ્સો અને યાદવાસ્થળી વિશે પ્રાચીનતમ માહિતી આપનાર મહાભારત છે.
મહાભારતનું પરિશિષ્ટ હરિવંશ વૃષ્ણિઓ વિશે ઘણી માહિતી આપે છે. અવતાર તરીકે સ્થાન પામેલા કૃષ્ણ વાસુદેવ કે હરિની સવિસ્તર ગાથા ગાતું આ પ્રથમ પુસ્તક છે; જેકે મહાભારતમાં અપાયેલા પ્રસંગોનું નિરૂપણ હરિવંશમાં નથી. ત્યાર બાદ વિષ્ણુપુરાણ અને બ્રહ્મપુરાણના કૃષ્ણચરિતને લગતા ભાગ હરિવંશના સંક્ષિપ્તીકરણ સરખા છે. ભાગવતપુરાણ પ્રથમ વાર કૃષ્ણચરિતના બધા પ્રસંગોને સંકલિત કરી કાલાનુક્રમે રજૂ કરે છે. ભાગવતનું કૃષ્ણચરિત ભક્તિરસથી રંગાયેલું છે.
ભારતની ઐતિહાસિક અનુકૃતિઓ જાળવતાં પુરાણ અને મહાભારત સિવાય વૈદિક તેમજ અનુવૈદિક સાહિત્યમાં પણ યદુઓને લગતા છૂટાછવાયા ઉલ્લેખ મળે છે. પાણિનિની અષ્ટાધ્યાયી (ગણપાઠ સાથે), કૌટિલ્યનું અર્થશાસ્ત્ર,