________________
સ ]. ઇતિહાસની પૂર્વભૂમિકા
[ . ઠારવતીના વૃષ્ણુિઓમાં વસુદેવનું કુટુંબ આગળ પડતું હતું. યાદવ મથુરા છોડી દ્વારકા ગયા ત્યાં પણ વસુદેવ મંત્રી–પદે ચાલુ રહ્યા;૨૩ એમની તેર પત્નીઓમાંની દેવકી વગેરે સાત પત્નીઓ રાજા ઉગ્રસેનના ભાઈ દેવકની પુત્રીઓ હતી. - પૌરવ કુળની રોહિણીથી થયેલા, વસુદેવના જ્યેષ્ઠ પુત્ર તે, બલરામ. બલરામે અનુજ કૃષ્ણને પક્ષે રહી અનેક યુદ્ધમાં ભાગ લીધે. ધાર્તરાષ્ટ્ર દુર્યોધનને ગદાયુદ્ધ શીખવનાર બલરામ હતા. આ સંબંધને કારણે આગળ જતાં સાંબને છોડાવવા એ હરિતનાપુર ગયા. સાંબ દુર્યોધનની પુત્રીનું હરણ કરવા જતાં ફસાયેલ હતો.
કૃષ્ણ વાસુદેવના નેતૃત્વ હેઠળ યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કરી યાદની હસ્તી ટકાવી રાખી; અને નીચેના પ્રસંગે પરથી ફલિત થાય છે કે યાદવોના પ્રભાવને કૃષ્ણ વધાર્યો. - વિદર્ભના રાજા ભીષ્મકની કુંવરી ફમિણીનું સગપણ ચેદિરાજ શિશુપાલ સાથે થયું હતું, પણ કૃષ્ણ વિદર્ભની રાજકુંવરીનું અપહરણ કરી૨૫ પિતાનાં ફોઈના પુત્ર શિશુપાલ અને રાજકુમાર રુમાને ગર્વ ઉતાર્યો.
યાદવકુળમાં અતિ તીવ્ર વિખવાદ ઊભો કરનાર સ્યમંતક મણિને પ્રસંગ દ્વારકામાં બને. લગભગ બધાં પુરાણ યાદવ-વંશાવળીમાં આ વૃત્તાંત નીચે પ્રમાણે આપે છે: - વૃષ્ણિ-વીર સત્રાજિત સૂર્ય-ઉપાસક હતો, એને સૂર્યદેવે સ્યમંતક મણિ પ્રસાદરૂપે આપ્યો હોવાનું કહેવાય છે. એક દિવસ સત્રાજિતન ભાઈ પ્રસેન મણિ પહેરી મૃગયા કરવા ઋક્ષવાન પર્વત પર ગયો ત્યાં સિંહે એને મારી સ્યમંતકને કબજે લીધે.
•
-
કૃષ્ણ પહેલાં સ્યમંતક મણિની ઇચ્છા કરેલી એટલે અંધક-વૃષ્ણિને કૃષ્ણ પ્રત્યે શંકા ઊપજી. કૃષ્ણને આ વાતની ગંધ આવતાં શંકા નાબૂદ કરવા એ ક્ષવાન પર્વત પર ગયા, જ્યાં એમણે પ્રસેન અને એને ઘાતક સિંહના મૃત દેહ જોયા. અક્ષરાજ જાંબવાન પાસે યમંતક મણિ હોવાની ખબર કૃષ્ણને ગુફામાં ગવાતા એક હાલરડા પરથી મળી. કૃષ્ણ બવાનને પરાભવ કર્યો. પરિણામે રોહિણું જાંબવતી અને સ્યમંતક મણિ એમને પ્રાપ્ત થયાં. દ્વારકા