________________
૨૧૦].
ઈતિહાસની પૂર્વભૂમિકા આ પ્રસંગ મહાભારત નીચે પ્રમાણે આપે છે:
વનમાં રૂપવતી સુકન્યાને દેવ અશ્વિનોએ જોઈ. તેઓએ એને બેમાંથી એકની પત્ની બનવા કહ્યું. સુકન્યાએ પોતાના વૃદ્ધ પતિને યૌવન આપવા અશ્વિનને વિનંતી કરી. અશ્વિનકુમાર અવનના આશ્રમે ગયા. સમીપના સરેવરમાં દેવો સાથે અવને પણ ડૂબકી મારી, તેથી વૃદ્ધ ઋષિ દેવ જેવા સ્વરૂપવાન બની ગયા. ત્રણ એકસરખા રૂપવાળા કુમારેમાંથી સુકન્યાએ પતિને ઓળખી લીધા. અવને ખુશ થઈ અશ્વિનને સેમ-અર્થ આપવાની શરૂઆત કરી. અવનના પુનયૌવન-પ્રાપ્તિના સમાચારથી રાજા શર્યાતિ ખુશ થયા. ઋષિના કહેવાથી શર્યાતિએ યજ્ઞ આરંભ્યો, જેમાં અશ્વિને એ સમપાન કર્યું. અસમપ અશ્વિને સેમ-અર્થ આપવાથી દેવ ઇદ્ર કુપિત થયા અને વજી વડે ઋષિને મારવા દોડ્યા, પણ અવને એના હાથ થંભાવી દીધા.
ભાગવત પુરાણ૯ આ પ્રસંગનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે?
વૃદ્ધ ઋષિ વન સાથેના લગ્ન બાદ સુકન્યા પતિશુશ્રષામાં રત રહેતી. એક વાર અશ્વિનો ચ્યવનના આશ્રમે આવ્યા. વ્યવને એમની પાસે યૌવન માગ્યું અને બદલામાં સોમપાનના અધિકારી દેવ અશ્વિનને યજ્ઞમાં સોમપાન કરાવવાનું કહ્યું. અશ્વિનેએ ઘરડા દૂબળા અવનને સિદ્ધોએ બાંધેલા જળાશયમાં ડૂબકી મરાવી. અશ્વિન સાથે વ્યવન સરોવરમાં પેઠા પછી એમાંથી તુલ્ય આકારવાળા ત્રણ સુંદર તેજસ્વી પુરુષ બહાર આવ્યા. પતિને ન ઓળખતાં સુકન્યા અશ્વિનકુમારોને શરણે ગઈ એના પતિવ્રત્યથી ખુશ થઈ દેવોએ અવનને ઓળખાવ્યા.
શર્યાતિએ ચવન ઋષિના આશ્રમમાં સુકન્યાને તેજવી પુરુષ સાથે જોઈ અને એને પરપુરુષ સમજી દીકરીને ઠપકો આપે. સુકન્યાએ પતિને યૌવન અને રૂપ પ્રાપ્ત થયાની સર્વ વાત કહી. પછી અને રાજા શર્યાતિ પાસે સેમિયાગ કરાવી અશ્વિનેને સમરસને ભાગ અપાવ્યું, આથી દેવ ઈન્દ્ર ગુસ્સે થયા અને એમણે અવનને મારવા હાથમાં વજી લીધું, પરંતુ ઋષિએ ઇન્દ્રને હાથ થંભાવી દીધે. હવે સર્વ દેવોએ અશ્વિને સમભાગ કબૂલ રાખ્યો.
મહાભારત૭૦ સુકન્યાના પુત્ર તરીકે પ્રતિને ઉલ્લેખ કરે છે, પરંતુ પુરાણમાં એને સમર્થન મળતું નથી. પાજિટર૭૧ નોંધે છે તેમ પ્રતિ ચ્યવનને દૂરને વંશજ હોવો સંભવે છે. ગમે તેમ હોય, પ્રમતિ અને એના વંશજો ગુજરાત સાથે સંકળાયેલા હોવાને કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી.