________________
મું] શાયત, ગુએ અને હૈહવે
[ ૨૧૧ પુરાણોમાં આપેલી વંશાવળીમાં તે વન–સુકન્યાના પુત્ર તરીકે આત્મવાન અને દધીચ છે. આત્મવાનનું નામ “અઝુવાન રૂપે વૈદિક૭૩ સાહિત્યમાં પણ છે. દેના વિજ્ય અર્થે આત્મવિલેપન કરનાર દધીચ આનુશ્રુતિક વૃત્તાંતમાં પ્રસિદ્ધ છે.
દધીચને નિર્દેશ વૈદિક સાહિત્યમાં દäચ આથર્વણ૭૪ તરીકે અનેક વાર થયો છે. અગ્નિ પ્રજવલિત કરનાર તરીકે તેમજ અથર્વણ, અંગિરસ, મન તથા અન્ય પ્રાચીન યજ્ઞકર્તા ઋષિઓ સાથે એમને નિર્દેશ૭પ થયો છે. અદના પ્રથમ મંડલમાં દÁચ આથર્વણ વિશેના ઉલ્લેખ આ પ્રમાણે છે: અશ્વિનકુમારએ અથર્વનના પુત્ર દäચને અશ્વશિર આપ્યું ને અશ્વશિર વડે૭૭ દÁચે અશ્વિનને ત્વષ્ટાના મધુ-સ્થાન વિશે કહ્યું. વેદમાં ઈંદ્ર પણ દäચના આખ્યાન સાથે સંબંધ ધરાવે છે. પર્વત પર અશ્વનું શિર શોધતા ઇન્દ્રને એ શયર્ણવત(સાયણ પ્રમાણે કુરુક્ષેત્રને નીચલે અર્ધભાગ)માં મળ્યું, ને દäચનાં અસ્થિઓ વડે નવાણું પુત્રોને સંહાર ઈ કર્યો.
પંચવિંશ બ્રાહ્મણ૮ દધંચને દેવના પુરોહિત તરીકે ઓળખાવે છે.
મહાભારતમાં૭૯ દધીચના આશ્રમને સરસ્વતીને પેલે પાર, અર્થાત પશ્ચિમે, આવેલે કહ્યો છે. હર્ષચરિતમાં૮૦ બાણભટ્ટ શેણ નદી(જે ગંગાને પટના પાસે મળે છે)ના તટે યવનપુત્ર દધીચનું નિવાસસ્થાન જણાવે છે. આ બંને ઉલ્લેખ દધીચને ઉત્તર ભારતના જુદા જુદા સ્થળ સાથે સાંકળે છે. પદ્મપુરાણમાં વળી ચંદ્રભાગા અને સાબરમતીના સંગમ-સ્થળ પાસે દધીચિનું તપાસ્થાને કહ્યું છે. આ સ્થાન અમદાવાદમાં આવેલું છે; અને સ્થાનિક અનુશ્રુતિ પણ આ સંગમસ્થળને દધીચિ સાથે સાંકળે છે. આમ આ અનુશ્રુતિ અનુસાર દધીચિ નર્મદ નજીકના પ્રદેશને બદલે સાબરમતી સમીપના પ્રદેશમાં વસ્યા હોવાનું જણાય છે.
દધીચિના આત્મવિલોપનનું આખ્યાન વિભિન્ન ગ્રંથમાં નીચે પ્રમાણે મળે છે?
કૃતયુગમાં કાલેય નામે ઘોર દાનવોએ વૃત્રાસુરને આશ્રય લઈ દેવને ભગાડ્યા, પરિણામે દેવ ઈન્દ્રને આગળ કરી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવોને દધીચ પાસે એમનાં અસ્થિ માગવાનું કહ્યું ને એ અસ્થિ-નિર્મિત વજી વડે ઈકને વૃત્રાસુરને સંહાર કરવા કહ્યું. નારાયણની સાથે દેવો દધીચના આશ્રમે ગયા અને તેઓએ એમનાં અસ્થિઓની માગણી કરી. દધીચે પ્રાણ ત્યજી દીધા. અસ્થિઓમાંથી ત્વષ્ટાએ વજ બનાવ્યું, જેનાથી ઇદ્ર વૃત્રને સંહાર કર્યો.૮૨